Western Times News

Gujarati News

કચ્છના વિકાસના મહત્વપૂર્ણ ફાળો આપનાર એવોર્ડ વિજેતા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તેમજ ઉદ્યોગ અગ્રણીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કચ્છ મિત્ર અને FOKIA દ્વારા આયોજિત Kutch Business Excellence Award 2.0 કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કચ્છના વિકાસના મહત્વપૂર્ણ ફાળો આપનાર એવોર્ડ વિજેતા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વને પરિણામે કચ્છ આજે વિશ્વ ફલક પર ઝળહળી રહ્યું છે.

કચ્છ પ્રદેશમાં વિવિધ સેક્ટરમાં થયેલ હરણફાળ વિકાસનો ઉલ્લેખ કરવાની સાથે મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા માટેના દરેક લક્ષ્યને સિદ્ધ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Chief Minister Bhupendrabhai Patel participated in the Kutch Business Excellence Award 2.0 program organized by Kutch Mitra and FOKIA in the presence of dignitaries including Minister Shri Balwant Singh Rajput and industry leaders.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.