Western Times News

Gujarati News

ફરી બદલાઈ ગઈ ફિલ્મ ‘પુષ્પા-૨’ની રિલીઝ ડેટ

મુંબઈ, દર્શકો ઘણા સમયથી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-૨’ની રાહ જોઈ રહ્યા છે. તેલુગુ ભાષામાં બનેલી આ ફિલ્મ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આ પહેલી ફિલ્મ હતી, જે પેન ઈન્ડિયા રિલીઝ થઈ હતી.

આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મના બીજા ભાગ ‘પુષ્પાઃ ધ રૂલ’ની જાહેરાત થઈ ત્યારથી જ ફેન્સ તેની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈને કોઈ કારણસર ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધી રહી હતી.

હવે ફરી એકવાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-૨’ની રિલીઝ ડેટ બદલવામાં આવી છે, પરંતુ આ વખતે ફેન્સ નિરાશ નહીં થાય, પરંતુ ખુશીથી ઝૂમી ઉઠશે.સુકુમાર દ્વારા દિગ્દર્શિત ‘પુષ્પાઃ ધ રૂલ’ આ વર્ષે ૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ‘છાવા’ સાથે ક્લેશ થવાની હતી. હવે એક સમાચાર અનુસાર ‘પુષ્પા ધ રૂલ’ની રિલીઝ ડેટ બદલવામાં આવી છે.

અહેવાલો અનુસાર, નિર્માતા અલ્લુ અર્જુનની ફિલ્મ ૬ ડિસેમ્બરે નહીં, પરંતુ ૫ ડિસેમ્બરના રોજ રિલીઝ કરશે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, મેકર્સ ‘પુષ્પા-૨’નું સ્પેશિયલ પ્રીમિયર કરવાની પણ યોજના બનાવી રહ્યા છે, જે ૪ ડિસેમ્બરે મુંબઈમાં રાત્રે ૯ઃ૩૦ વાગ્યે થઈ શકે છે.

કારણ કે, અલ્લુ અર્જુનની સાઉથમાં મોટી સંખ્યામાં ફેન્સ ફોલોઇંગ છે, તે જોતાં ત્યાં પણ બપોરે ૧ વાગ્યાથી વિશેષ પ્રીમિયર શો શરૂ થશે. જોકે, નિર્માતાઓએ હજી સુધી પ્રીમિયર અથવા રિલીઝની તારીખમાં કોઈ ફેરફારની પુષ્ટિ કરી નથી.

અપડેટ્‌સ ફક્ત ‘પુષ્પા ૨’ની રિલીઝ ડેટમાં ફેરફાર વિશે જ નહીં, પરંતુ ફિલ્મના ભવ્ય ટ્રેલર લોન્ચ વિશે પણ બહાર આવ્યું છે, જેના માટે અભિનેતાના ફેન્સ રાહ જોઈ રહ્યા છે. રિપોટ્‌ર્સ અનુસાર, ફિલ્મનું ટ્રેલર લોન્ચ આ વખતે હૈદરાબાદમાં નહીં પરંતુ મુંબઈમાં થઈ શકે છે. ‘પુષ્પા ૨’નું ટ્રેલર લોન્ચ ભવ્ય સ્કેલ પર થવા જઈ રહ્યું છે.

તેલુગુ ભાષામાં બનેલી આ એક્શન ડ્રામા ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો, અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાના સિવાય, ફહદ ફાસિલ, જગદીશ પ્રતાપ ભંડારી જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.