આમિર અને સૂરિયા ‘ગજની ૨’ માટે એક જ સમયે શૂટ કરશે
મુંબઈ, આમિર ખાન અને સૂરિયા બંને પોતાની ‘ગજની’ ળેન્ચાઇઝીની ફિલ્મો સાથે પાછા ફરી રહ્યાં છે. તાજેતરના અહેવાલો મુજબ, બંને આ ફિલ્મના બીજા ભાગ માટે પણ સહમત થઈ ગયા છે અને બંને ફિલ્મોનું શૂટ એક જ સમયે થશે. તેમજ તમિલ અને હિન્દી બંને ફિલ્મો એક જ સાથે એક જ દિવસે રિલીઝ થશે.
બંનેમાંથી એક પણ એક્ટરની ઇચ્છા તેમની યાદગાર ફિલ્મની રીમેક બને તેવી નહોતી, તેથી હવે બંને ફિલ્મના પ્રોડ્યુસર ફિલ્મનો બીજો ભાગ બનાવવા સહમત થયા છે. થોડાં વખતમાં સૂરિયાની ફિલ્મ ‘કંગુવા’ આવી રહી છે, તેના પ્રમોશન વખતના એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે ફિલ્મ પ્રોડ્યુસર અલ્લુ અરવિંદે તેનો સંપર્ક કર્યાે હતો અને ળેન્ચાઇઝીનો આઇડિયા જણાવ્યો હતો, જે સૂરિયાને ગમ્યો છે.
તેણે કહ્યું, “તમે મને હાલ પૂછો તો મારા માટે ‘ગજની ૨’ સરપ્રાઇઝ જેવી હતી. ઘણા લાંબા સમય પછી અલ્લુ અરવિંદ મારી પાસે આવ્યા અને મને પૂછ્યુ કે એવું શક્ય છે કે નહીં. મેં કહ્યું, આપણે બિલકુલ વિચારી શકીએ.
હા, ચર્ચાઓ ચાલી રહી છે, આશા છે કે ‘ગજની ૨’ બનશે.”કેટલાંક સૂત્રો દ્વારા એવા પણ અહેવાલો મળ્યા હતાં કે અલ્લુ અરવિંદ આ જ ફિલ્મના હિન્દી વર્ઝન માટે આમિર સાથે પણ ચર્ચા કરી રહ્યા છે.
સૂત્રના જણાવ્યા અનુસાર,“સૂરિયા અને આમિર બંનેને ગજની ૨નો વિચાર ગમ્યો છે. પરંતુ તેમની ફિલ્મ પર રીમેકનું ટૅગ લાગે એવું ઇચ્છતા નથી. તેમને બંનેને એ પણ ચિંતા છે કે બેમાંથી કોઈ એક ફિલ્મ પહેલાં આવી ગઈ તો બીજી ફિલ્મ માટે પછી કોઈ નવાપણું બચશે નહીં. તેના નિરાકરણરૂપે પ્રોડ્યુસરે બંને ફિલ્મ એક સરખી તારીખોમાં શૂટ કરવાનું અને એક જ દિવસે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.”
અસિન અને સૂરિયાની ગજની ૨૦૦૫માં આવી હતી, જ્યારે આમિરની ગજની ૨૦૦૮માં આવી હતી, હવે ૧૬ વર્ષે તેનો બીજો ભાગ બનવા જઈ રહ્યો છે.SS1MS