Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લામાં તા.૨૮ મી નવેમ્બરના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

File

અરજદારો તા. ૧૦ મી નવેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે-સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે

પંચમહાલસોમવાર:: પંચમહાલ જિલ્લા માટેનો જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮/૧૧/૨૦૨૪ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ(કોન્ફરન્સ હોલ)ગોધરા પંચમહાલ ખાતે યોજાશે.

        પંચમહાલ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ તેઓના સેવાકીયકોર્ટ મેટરરહેમરાહે નોકરીપેન્શન સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં સબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મારફતે મોકલી આપવાના રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ swagat.gujarat.gov.in  પર પણ ઓનલાઈન અરજી કરી શકશે.

        અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ સ્પષ્ટ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનું નામ તથા સરનામુ અને પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અથવા સંપર્ક નંબર અવશ્ય લખવાનો રહેશે.

        જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાંત્યારબાદ જે કચેરીનો પ્રશ્ન હોઈ ત્યાં અરજી કરેલ હોવી જોઈએજિલ્લાકક્ષાનો પ્રશ્ન માટે જિલ્લાના જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજુઆતની નકલ અરજી સાથે જોડવાની રહેશે. તેમજ તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે તેમ કલેકટર કચેરી,પંચમહાલની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.