મિથુન ચક્રવર્તીને જાનથી મારવાની પાકિસ્તાનના ડોન શહજાદની ધમકી
મુંબઈ, અભિનેતા સલમાન ખાન અને શાહરૂખ ખાન બાદ હવે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત એક્ટર મિથુન ચક્રવર્તીને ધમકી મળી છે.
મિથુનને દુબઈથી પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીએ ધમકી આપી છે. તેણે કહ્યું છે કે તમે સ્ટેજ પર ચઢીને બદમાશ બની રહ્યા છો, હું વીડિયો બનાવીને ધમકી આપતો નથી. આ ફિલ્મી નહીં પણ વાસ્તવિક જીવન છે. મારી સલાહ છે કે જે યુદ્ધ તમે જીતી શકતા નથી તેના વિશે ના વિચારો.
તેણે અભિનેતાના કથિત રીતે ભડકાઉ ભાષણ સામે વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાની ડોને કહ્યું હતું કે આ વીડિયો મિથુન ચક્રવર્તી માટે છે. થોડા દિવસો પહેલા તેણે કહ્યું હતું કે તે મુસ્લિમોને કાપીને દફનાવી દેશે. મિથુન સાહેબ, તમને મારી સલાહ છે કે તમારે આ બકવાસ બદલ ૧૦થી ૧૫ દિવસમાં માફી માંગવી પડશે, નહીં તો તમારે પસ્તાવો કરવો પડશે.
ભાટીએ વધુમાં કહ્યું હતું કે, તમારા ચાહકોમાં મુસ્લિમો પણ છે. મુસ્લિમો તમારો આદર કરે છે અને તમે તેમના હૃદયને ઠેસ પહોંચાડી રહ્યા છો.
અમે પણ તમારી ફ્લોપ ફિલ્મો જોવા જતા હતા. આજે તમે જે કંઈ પણ છો તે તેના કારણે જ છો. તમે જે ઉંમરે છો તે ઉંમરે તમારે બકવાસ કરવી ના જોઈએ કે જેના કારણે પાછળથી પસ્તાવું પડે. ઉલ્લેખનીય છે કે મિથુન ચક્રવર્તીના ભાષણ બાદ ઉપરોક્ત બે FIR નોંધવામાં આવી હતી.SS1MS