Western Times News

Gujarati News

ઈઝરાયેલી સેનાએ તક મળતાં જ સીરિયામાં ઘૂસણખોરી કરી

(એજન્સી)દમાસ્કસ, સીરિયામાં બળવાખોરોએ રાજધાની દમાસ્કસ પર કબજો જમાવી લેતાં, પ્રમુખ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા હોવાના અહેવાલ છે. રશિયન મીડિયા અનુસાર અસદે મોસ્કોમાં શરણ મેળવ્યું છે. સીરિયન બળવાખોર દળોએ જણાવ્યું હતું કે દમાસ્કસ હવે જુલમી બશર અલ-અસદના શાસનથી મુક્ત થઈ ગયું છે અને સીરિયાના લોકો માટે એક નવા યુગનો ઉદય થયો છે.

દરમિયાનમાં, અસદ યુગનો અંત આવતાની સાથે જ ઈઝરાયેલે સીરિયા પર હુમલા કરવાનું શરૂ કરી દીધું છે.સમાચાર અનુસાર, ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયેલ કાત્ઝે જાહેરાત કરી છે કે ઇઝરાયલી દળો સીરિયાના કબજા હેઠળના ગોલાન હાઇટ્‌સમાં બફર ઝોનમાં વધારાના પોઇન્સ કબજે કરી રહ્યાં છે. કાત્ઝને ટાંકીને મીડિયાએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે ઇઝરાયેલી બફર ઝોનમાં વધારાના પોઈન્ટ કબજે કરવાનું ચાલુ રાખ્યું હતું.

કાત્ઝે એમ પણ કહ્યું કે તેમણે ઇઝરાયેલી સૈન્યને ભારે વ્યૂહાત્મક શસ્ત્રો અને આતંકવાદી ઇન્ળાસ્ટ્રક્ચર કે જે ઇઝરાયેલ માટે ખતરો બની શકે છે તેમને મુક્ત સુરક્ષા ઝોન બનાવવાની સૂચના આપી હતી. એક નિવેદનમાં, ઇઝરાયેલે જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ ઇરાનથી લેબનોન અને સીરિયા દ્વારા સરહદ પાર કરીને શસ્ત્રોની દાણચોરી કરવાના માર્ગના નવીકરણને નિષ્ફળ બનાવવાનો હતો.

વિદ્રોહીઓ દ્વારા સીરિયા પર કબજો કર્યા બાદ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે. મીડિયા એજન્સીના અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસદ અને તેના પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે. જ્યારે અમેરિકાએ સીરિયામાં અસદ સરકારના પતનનું સ્વાગત કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.