Western Times News

Gujarati News

સિંધુ ભવનની પાસે આધેડને બીડી પીવાનું ભારે પડી ગયુ

અમદાવાદ,  અમદાવાદ શહેરમાં એસજી હાઇવે પાસે સિંધુ ભવન નજીક એક વ્યક્તિને બીડી પીવાનું ભારે પડ્‌યું હતુ. શહેરના સિન્ધુ ભવન રોડ પર આવેલી અદાણી ગેસની પાઈપલાઈન પાસેથી પસાર થતી હતી અને ગોરધનભાઇ નામની આધેડ વ્યક્તિએ બીડી સળગાવી હતી અને માચીસની સળી નીચે ફેંકતા અચાનક જ આગ લાગી હતી. જેમાં તે ગંભીર રીતે દાઝી ગયા હતા. આસપાસના લોકોની નજર જતાં તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગોરધનભાઈ નામની વ્યક્તિ ગઈકાલે સાંજે સિન્ધુ ભવન રોડ પર એક્ટિવા લઈને ઉભા હતા. ત્યાં નજીકમાંથી અદાણી ગેસની પાઇપલાઇન પસાર થતી હતી.

આ બાબતથી અજાણ અને કોઇપણ પ્રકારની ગંભીરતા રાખ્યા વિના તેઓએ બીડી સળગાવી માચીસની સળી નીચે નાંખતા અચાનક આગ લાગી હતી. ગેસ પાઈપલાઈનમાંથી ગેસ લીકેજ થતો હોઇ આગ લાગતા એક્ટીવાનો આગળનો ભાગ સળગ્યો હતો અને ગોરધનભાઇ પણ દાઝી ગયા હતા. આગ લાગતા તાત્કાલિક સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. તેઓને સારવાર માટે ૧૦૮માં હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જા કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, અદાણી ગેસની પાઇપલાઇન લીક હતું કે કેમ તેની ચેકીંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.