Western Times News

Gujarati News

સોનાક્ષીના લગ્નને લઈ વધુ એક કટાક્ષ…ઘરનું નામ રામાયણ અને લક્ષ્મી કોઈ બીજા છીનવી લે

નામ લીધા વગર કુમાર વિશ્વાસે શત્રુÎન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ સાથેના લગ્ન પર કટાક્ષ કર્યાે છે

મુંબઈ,નામ લીધા વગર કુમાર વિશ્વાસે શત્રુÎન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ સાથેના લગ્ન પર કટાક્ષ કર્યાે છે. તેમણે કહ્યું કે તમારા બાળકોને રામાયણ અને ગીતા શીખવો. એવું ન થવું જોઈએ કે ઘરનું નામ રામાયણ હોય અને તમારા ઘરમાંથી લક્ષ્મી કોઈ અન્ય લઈ જાય!પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે યુપીના મેરઠમાં એક કવિતા ઉત્સવ દરમિયાન પીઢ અભિનેતા શત્રુÎન સિન્હા અને તેમની પુત્રી સોનાક્ષી સિંહા વિરુદ્ધ ટિપ્પણી કરી છે. તેમણે નામ લીધા વિના કહ્યું, ‘તમારા બાળકોને રામાયણ શીખવો. નહીં તો એવું બને કે તમારા ઘરનું નામ ‘રામાયણ’ હોય, પરંતુ તમારા ઘરમાંથી ‘લક્ષ્મી’ કોઈ અન્ય છીનવી લે.શત્રુÎન સિન્હાના ઘરનું નામ ‘રામાયણ’ છે.

તેમની પુત્રી સોનાક્ષી સિંહાએ આ વર્ષે બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. નેટીઝન્સે કહ્યું કે, કુમાર વિશ્વાસે સિંહા પરિવારના ઈન્ટર રિલિઝન મેરેજ પર કટાક્ષ કર્યાે છે.કાર્યક્રમ દરમિયાન કુમાર વિશ્વાસે કહ્યું, ‘તમારા બાળકોને સીતાજીની બહેનો અને ભગવાન રામના ભાઈઓના નામ યાદ કરાવો. એક સંકેત આપી રહ્યો છું. જેઓ સમજે છે તેમણે તાળીઓ પાડવી જોઈએ. તમારા બાળકોને ‘રામાયણ’ વંચાવો અને તેમને ગીતા સંભળાવો. નહીં તો એવું પણ બને કે તમારા ઘરનું નામ ‘રામાયણ’ હોય અને તમારા ઘરની શ્રી લક્ષ્મી કોઈ અન્ય લઈ જાય.આ પહેલીવાર નથી જ્યારે સોનાક્ષી સિન્હાને રામાયણ સાથેના તેના જોડાણને લઈને ટીકાઓનો સામનો કરવો પડ્યો હોય.

વર્ષ ૨૦૧૯માં ‘દ્ભમ્ઝ્ર’ સિરિયલમાં સોનાક્ષીએ ‘રામાયણ’ સાથે જોડાયેલા એક સવાલનો ખોટો જવાબ આપ્યો હતા. જેના પર મુકેશ ખન્નાએ પણ તેની ટીકા કરી હતી. તેણે થોડાં દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યાે હતો.આ પછી સોનાક્ષીએ પણ પલટવાર કર્યાે. તેણે કહ્યું, ‘મારા અને મારા પરિવાર પર સમાચાર બનાવવા માટે આ એક પણ ઘટના લાવવાનું બંધ કરો.’શત્રુÎન સિંહા પણ તેમની પુત્રીના બચાવમાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે, આ વ્યક્તિને રામાયણના નિષ્ણાત બનવાનો શું અધિકાર છે? રામાયણ પરના પ્રશ્નનો જવાબ ન આપવાથી તે એક સારા હિંદુ બનવા માટે અયોગ્ય નથી. તેને કોઈની મંજૂરીની જરૂર નથી.આ પછી મુકેશ ખન્નાએ પોતાના બચાવમાં કહ્યું કે, તેમનો ઈરાદો ખરાબ નહોતો. તેના બદલે તેઓ ઇચ્છતા હતા કે આજની પેઢી ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે શિક્ષિત થાય. તેણે કહ્યું હતું કે, ‘કોઈ ખરાબ ઈરાદો નહોતો. પરંતુ હું જાણતો હતો કે મારી કોમેન્ટ તેને નારાજ કરશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.