Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ ભારત અમેરિકન માલ-સામાન પર ટેરિફ ઘટાડી શકે છે

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને ચીન સહિત કેટલાક દેશો પર ટેરિફ લાદવાની ચેતવણી બાદ, ભારત અમેરિકાથી આયાત થતા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની વિચારણા કરી રહ્યો છે.

ભારત સરકાર અમેરિકાથી આયાત થતા ચોક્કસ પ્રકારના સ્ટીલ, હાઇ-એન્ડ મોટરસાયકલો અને ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ ઘટાડવાનું વિચારી રહી છે.

આ પગલાની સ્થાનિક ઉદ્યોગો પર બહુ અસર નહીં પડે અને શનિવારે જ્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે ત્યારે આ વાતની પુષ્ટિ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં, ભારત અમેરિકાથી આયાત થતી ૨૦ વસ્તુઓ પર ૧૦૦ ટકાથી વધુ ડ્યુટી વસૂલ કરે છે.

આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન અને બ્રાઝિલને “ભારે ટેરિફ લાદનારા દેશો” તરીકે વર્ણવ્યા છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે ફ્લોરિડામાં રિપબ્લિકન સાંસદોને જણાવ્યું હતું કે અમેરિકા એવા દેશો પર ટેરિફ લાદશે જે અમેરિકાને “નુકસાન” પહોંચાડી રહ્યા છે. તેમણે ચીન, ભારત અને બ્રાઝિલને ઉચ્ચ-ટેરિફ વસૂલનારા દેશોની શ્રેણીમાં મૂક્યા છે.

ચીન ઊંચા ટેરિફ લાદે છે અને ભારત, બ્રાઝિલ તથા બીજા ઘણા દેશો પણ તે જ રીતે કરે છે. પરંતું અમે હવે આવું થવા દેવાના નથી કારણ કે અમે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવવા જઈ રહ્યા છીએ. તેમણે ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ દેશો અમેરિકા સામે વેપાર પર આકરું ટેરિફ લાદે છે.

તેમણે કહ્યું હતું કે અમે પારસ્પરિક વેપાર કરીશું. આપણા પર જે દેશ જેટલું કર લાદે છે તો આપણે પણ એના પર એ જ પ્રમાણમાં કર લાદીશું. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતની તૈયારી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ, જ્યારે જો બાઇડેન રાષ્ટ્રપતિ હતા, ત્યારે ટ્રમ્પે મોદીની અમેરિકા મુલાકાતના થોડા દિવસો પહેલા આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.