Western Times News

Gujarati News

વિજય દેવરકોંડા અને રશ્મિકા છ વર્ષે ફિલ્મમાં સાથે આવશે

મુંબઈ, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના પોતાના અંગત સંબંધોને કારણે ચર્ચામાં છે. હવે આ પ્રેમી યુગલ આગામી ફિલ્મમાં સાથે જોવા મળવાનું છે. છ વરસ પછી તેઓ એક ફિલ્મમાં ફરી સાથે કામ કરતા જોવા મળશે.

આ એક પીરિયડ ડ્રામા પ્રોજેકટ છ ેજેનું દિગ્દર્શન સાંકૃત્યાયન કરવાનો છે. આ ફિલ્મને હાલ ‘વીડી૧૪’ કામચલાઉ શીર્ષક આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું પ્રિ પ્રોડકશન વર્ક શરૂ થઇ ચુક્યુ છે.

જોકે રશ્મિકા મંદાના હાલ પોતાની અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકશે નહીં.અગાઉ બંને ‘ગીત ગોવિંદમ‘ નામની ફિલ્મમાં સાથે દેખાયાં હતાં. આ ફિલ્મ ૨૦૧૮માં રીલિઝ થઈ હતી. તે પછી તેમની ‘ડીઅર કોમરેડ’ ફિલ્મ ૨૦૧૯માં રીલિઝ થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.