Western Times News

Gujarati News

૨૧ જુલાઈથી સ્ટીલ, એલ્યુ. પર ટેરિફમાં વધારોઃ PM કાર્ની

કાર્નીએ જણાવ્યું હતું કે વિશ્વમાં ટ્રેડવોર અને બીજા યુદ્ધો ચાલે છે તેનાથી કોમોડિટીના ભાવ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને મોટી અસર થશે

વેપાર મંત્રણામાં પ્રગતિ નહીં થાય તો US પર કેનેડા નવી ટેરિફ લાદશે

ટોરોન્ટો,કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વેપાર વાટાઘાટોની પ્રગતિના આધારે ૨૧ જુલાઈથી અમેરિકાની સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર નવી ટેરિફ લાદશે.આ અઠવાડિયે આલ્બર્ટામાં ગ્રુપ ઓફ સેવનની સમીટ દરમિયાન ટ્રમ્પ સાથે મુલાકાત કરનારા કાર્નેએ ગુરુવારે પુનરોચ્ચાર કર્યાે હતું કે કેનેડા અને અમેરિકા આગામી ૩૦ દિવસમાં વેપાર સમજૂતી માટે વાટાઘાટો આગળ વધારવા સંમત થયાં હતાં.

વાટાઘાટોમાં પ્રગતિ થાય તે મુજબ અમે વળતાં પગલાં લઈશું. આ દરમિયાન આપણે મજબૂત થવું પડશે તથા કેનેડિયન કામદારો અને બિઝનેસને અન્યાયી યુએસ ટેરિફથી સુરક્ષિત રાખવા જોઈએ. તેથી આજે અમે જાહેરાત કરી રહ્યાં છીએ કે કેનેડા કેનેડિયન સ્ટીલ અને એલ્યુમિનિયમ કામદારો અને ઉત્પાદકોને સુરક્ષિત રાખવા માટે શ્રેણીબદ્ધ વળતાં પગલાં લેશે.કાર્નીએ જણાવ્યું હતું કે વિશ્વમાં ટ્રેડવોર અને બીજા યુદ્ધો ચાલે છે તેનાથી કોમોડિટીના ભાવ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને મોટી અસર થશે.

ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૫૦ ટકા ટેરિફ તેમજ ઓટો પર ૨૫ ટકા ટેરિફ લાદી છે. ટ્રમ્પ મોટાભાગના દેશોમાંથી થતી આયાત પર ૧૦ ટકા ટેરિફ પણ વસૂલ કરી રહ્યાં છે. જોકે નવ જુલાઇએ ટેરિફમાં વધારો થઈ શકે છે, કારણ કે વાટાઘાટાનો ૯૦ દિવસનો સમયગાળો તે દિવસે પૂરો થશે. કાર્નીએ જણાવ્યું કે આપણને અમેરિકાના બજારમાં પ્રવેશ મળવો જોઇએ. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.