પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ રનર-અપ ચેક ફેંકી દીધો (જૂઓ વિડીયો)

🏆 એશિયા કપ 2025: ભારતની ઐતિહાસિક જીત
- ભારતે પાકિસ્તાનને ફાઇનલ સહિત ટુર્નામેન્ટમાં ત્રણ વખત હરાવીને નવમો એશિયા કપ ટાઇટલ જીત્યો.
- તિલક વર્માએ ચોથા ક્રમે બેટિંગ કરીને ટીમને સંભાળી રાખી અને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.
😠 વિવાદ અને ટ્રોફી વિના ઉજવણી
- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને ACC અધ્યક્ષ મોહસીન નકવીએ વિજેતા ટ્રોફી અને મેડલ પોતાની પાસે રાખ્યા.
- ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો, કારણ કે તેઓ પાકિસ્તાન સરકારના મંત્રી પણ છે.
- ટ્રોફી વિના જ ભારતીય ટીમે પોડિયમ પર ઉજવણી કરી અને હોટેલ પરત ફરી.
🎤 પ્રેસ કોન્ફરન્સ અને વિરોધ
-
- કેપ્ટન સૂર્યકુમાર યાદવે ACCના વર્તનની ટીકા કરી: “મેં ક્યારેય ચેમ્પિયન ટીમને ટ્રોફી વગર જોયી નથી.”
- BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ ઘટનાને “ખેલ ભાવનાની વિરુદ્ધ” ગણાવી અને ICC સમ્મેલનમાં સખત વિરોધ કરવાની જાહેરાત કરી.
- BCCIએ ખેલાડીઓ અને સ્ટાફને ₹21 કરોડનું ઇનામ આપ્યું.
ले लेता भाई। आटा ख़रीद लेता इन पैसों से तो शायद अगली बार खा पीकर आता और कुछ खेल ही लेता। 🙂🙂🙂
pic.twitter.com/L9pKB9eq7p— Paise Wala (@AmirLadka) September 29, 2025
🤯 પાકિસ્તાન તરફથી અસ્વીકાર અને તંગ વાતાવરણ
- પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ રનર-અપ ચેક ફેંકી દીધો.
- નકવીએ પોતાની ટીમને પણ મેડલ આપવાનો ઇનકાર કર્યો.
- સ્ટેડિયમમાં “ભારત માતા કી જય” ના નારા અને તંગ વાતાવરણ સર્જાયું.
ભારતીય ટીમે માંગ કરી હતી કે ટ્રોફી તેમને અમીરાત બોર્ડના વાઇસ-ચેરમેન ખાલિદ અલ ઝરૂની દ્વારા આપવામાં આવે, પરંતુ આ માંગણીને નકારી કાઢવામાં આવી. મોહસીન નકવી એ વાત પર અડગ રહ્યા કે તેઓ જ ટ્રોફી અને મેડલ પોતે જ આપશે. ભારતીય ટીમના આક્રમક વલણનો સામનો કરીને, નકવીએ ટ્રોફી પોતે જ ચોરી કરવાનો નિર્ણય લીધો. પીસીબીના વડાએ ટ્રોફી ચોરી લીધી, જે પાકિસ્તાન જીતી શક્યું નહીં. નકવીએ એસીસી અધિકારીઓને પ્રેઝન્ટેશનમાં વિજેતા ટ્રોફી ન લાવવાની સૂચના આપી.
દુબઇ, એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમના ઓપરેશન તિલકથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું. ચોથા નંબર પર બેટિંગ કરતા તિલક વર્માએ એક છેડો પકડી રાખ્યો અને ટીમ ઇન્ડિયાને નવમા એશિયન કપ ટાઇટલ સુધી પહોંચાડ્યું. ભારતીય ટીમ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહી, ફાઇનલ સહિત ત્રણ વખત પાકિસ્તાનને હરાવ્યું.
ભારતના અંતિમ ફટકાએ પાકિસ્તાની ટીમને આઘાતમાં મૂકી દીધી અને મેચ સમાપ્ત થયા પછી, લગભગ એક કલાક સુધી ડ્રેસિંગ રૂમમાં બંધ રહી. આ કલાક ખૂબ જ નાટકીય હતો. જ્યારે પાકિસ્તાન જીતવામાં નિષ્ફળ ગયું, ત્યારે PCI બોર્ડના વડા મોહસીન નકવીએ ટ્રોફી અને મેડલ ચોરીૅ લીધા. ભારતીય ટીમે ટ્રોફી વિના ઉજવણી કરી. પ્રેઝન્ટેશન દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાની હતાશા સ્પષ્ટ દેખાઈ, તેણે રનર-અપ ચેક ફેંકી દીધો.
ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ ૨૦૨૫ જીત્યો હતો. જોકે, આ વિવાદાસ્પદ ટુર્નામેન્ટનો અંત પણ વિવાદમાં આવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ, પાકિસ્તાનના ગૃહમંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવી ભારતની વિજેતા ટ્રોફી લઈને ભાગી વિજય બાદ ભારતીય ખેલાડીઓએ ઉજવણીમાં જોશભેર ભાગ લીધો.
દરમિયાન, સલમાન અલાગી આગાના નેતૃત્વ હેઠળની પાકિસ્તાની ટીમ હાર બાદ તરત જ ડ્રેસિંગ રૂમમાં પાછી ફરી અને દરવાજો બંધ કરી દીધો. પાકિસ્તાની ટીમે મેચ પછીની પ્રેઝન્ટેશનમાં વિલંબ કર્યો. દર્શકો પ્રેઝન્ટેશનની રાહ જોતા હતા, પરંતુ હારથી દુઃખી પાકિસ્તાની ટીમ એક કલાક સુધી ડ્રેસિંગ રૂમમાં બંધ રહી.
જ્યારે ભારતીય ક્રિકેટરો અને કોચિંગ સ્ટાફ બ્રોડકાસ્ટરો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાની ટીમ ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવી. ભારતીય ટીમે સ્પષ્ટપણે કહ્યું હતું કે તે કોઈપણ સંજોગોમાં ખ્ઘ્ઘ્ ચેરમેન મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને શાહબાઝ શરીફ સરકારમાં મંત્રી પણ છે.