વેસ્ટર્ન ટાઈમ્સના અહેવાલનો પડઘોઃ ફોજદારી બારની લાયબ્રેરીનું શુધ્ધિકરણ થયું ?!
ગુજરાત બાર કાઉન્સિલના શુધ્ધિકરણ માટે ગુજરાતના વકીલ મતદારોનો ચક્રવ્યુહ સફળ થશે તો પરિણામ આશ્ચર્યજનક હશે ?!
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એ જીતી શકશે જેમને ગુજરાતભરમાંથી સમર્થન મળશે ?!
તસ્વીર ગુજરાત બાર કાઉÂન્સની કચેરીની છે ! ડાબી બાજુથી ગુજરાત બાર કાઉન્સિલના સંભવિત ઉમેદવારોની છે ! જેમાં ડાબી બાજુથી ગુજરાત બાર કાઉન્સિલના સંભવિત ઉમેદવાર શ્રી પરેશભાઈ જાનીની છે ! બીજી તસ્વીર સંભવિત ઉમેદવાર સર્વ શ્રી મીનાબેન જગતાપની છે ! ત્રીજી તસ્વીર શ્રી પરેશભાઈ વાઘેલાની છે ! ચોથી તસ્વીર સંભવિત ઉમેદવાર મનીષાબેન પરીખની છે ! પાંચમી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી બાબુભાઈ મંગુકીયાની છે !
છઠ્ઠી તસ્વીર શ્રી અનિલભાઈ કેલ્લાની છે ! સાતમી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી ભરતભાઈ ભગતની છે ! આઠમી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી ભાવેશભાઈ બારોટની છે ! નવમી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી વિનોદચંદ્ર દિક્ષીતની છે ! દસમી તસ્વીર શ્રીમતી વૈશાલીબેન ભટ્ટની છે ! અને અગિયારમી તસ્વીર સંભવિત ઉમેદવાર મનાતા શ્રી હર્ષદભાઈ બહોરાની છે તેઓ આ વખતે તો ગુજરતના અનેક બારમાંથી ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમેદવારી કરનાર છે !
કેટલાક ઉમેદવારો ગુજરાત બાર કાઉન્સિલના શુધ્ધિકરણ માટે ઉભા રહ્યા હોવાનું મનાય છે ! ૧૮ સીટ પુરૂષ વકીલો માટે અને પાંચ શીટો મહિલા ઉમેદવારો માટે અનામતછે ! પણ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એ જીતી શકે છે જેમની સમગ્ર ગુજરાતમાં પહોંચ હોય ! રાજકીય સમર્થન હોય ?! જ્ઞાતિ-જાતિનું સમર્થન હોય ?! બાકી તો આ વખતે જીતવા માટે નહીં એકબીજાના “પતંગો” કાપવા માટે ?! એકબીજાનું રાજકારણ સમાપ્ત કરવા માટે ?!
જોડે રહીને ખેલ ખેલાશે એવા સંકેતો મળી રહ્યા છે ! જોઈએ કળીયુગના “ધર્મયુદ્ધ” માં કોની જીત થાય છે ?! પણ વકીલ મતદારો એ ના ભુલે કે “એકડો” તમારા હાથમાં છે ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
પરેશભાઈ જાની, વિનોદચંદ્ર દિક્ષીત, મીનાબેન જગતાપ, પરેશભાઈ વાઘેલા, બાબુભાઈ મંગુકીયા, મનીષાબેન પરીખ, અનિલભાઈ કેલ્લા, ભરતભાઈ ભગત, ભાવેશભાઈ બારોટ, શ્રીમતી વૈશાલીબેન ભટ્ટ, હર્ષદભાઈ બહોરા સહિત અનેક સંભવિત ઉમેવારો ગુજરાત બાર કાઉન્સિલમાં ઝંપલાવશે ?!
અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન કહે છે કે, “હું ભલે એવા કારણથી હારૂં જે એક દિવસ જીત અપાવે, નહીં એવા કારણથી જીતું જે કયારેક હાર અપાવે”!! અમેરિકાના રાજકીય તત્વજ્ઞાની માર્ટીન લ્યુથર કિંગ કહે છે કે, “જે વ્યક્તિ એ નથી જાણતી કે પોતે શેના પર જીવન કુરબાન કરી શકે છે એને જીવવાનો અધિકાર નથી”!!
આ દુનિયાના લોકો પોત, પોતાના ધર્મ દ્વારા શ્રી ભગવાનસુધી પહોંચવા પ્રયત્ન કરે છે ! પોતાના સાંપ્રદાયિક ધર્મ દ્વારા દરેક વ્યક્તિ ઈશ્વરના સ્વર્ગ સુધી પહોંચવા પ્રયત્ન કરે છે ! પરંતુ ધર્મ એટલે કર્તવ્ય ! નૈતિકતા ! માનવતા ! ના ઐશ્વર્ય સત્યને સ્વીકારવા તૈયાર નથી ?! આ દુનિયામાં દરેક માનવી દાની છે, કારણ કે એ મૃત્યુ પામે છે ત્યારે તેની તમામ મિલકત બીજાને વાપરવા માટે છોડી જાયછે ! ન્યાયધર્મ જો તેની નૈતિકતા ગુમાવે છે ! ત્યારે વકીલાત કે અદાલતોનું કોઈ મહત્વ રહેતું નથી !
ફોજદારી કોર્ટ લાયબ્રેરીનું કેટલાક જાગૃત વકીલોએ ગાયત્રી યજ્ઞ કરી શુધ્ધિકરણ કર્યું ?! વેસ્ટર્ન ટાઈમ્સે સવાલ ઉઠાવ્યો હતો કે, “લાયબ્રેરીનું શુધ્ધિકરણ કયારે અને કોણ કરશે ?!” તો તેનું શુધ્ધિકરણ વિચારશીલ અને નૈતિકતાના સમર્થક વકીલોએ કરી નાંખ્યું છે ! ત્યારે હવે ગુજરાત બાર કાઉન્સિલના શુધ્ધિકરણનો મુદ્દો વકીલોમાં ટોક ઓફ ધી બારનો મુદ્દો બન્યો છે !!
ફોજદારી બારનું ગાયત્રી યજ્ઞ દ્વારા શુધ્ધિકરણ થયું ?! કે ફોજદારી બારની લાયબ્રેરીનું શુધ્ધિકરણ થયું ?! ગાયત્રી યજ્ઞ પૂર્ણ કર્યા પછી જે “પવિત્ર જલ” નો છંટકાવ થયો એનાથી આ પવિત્ર જલ જયાં જયાં પડયું ત્યાં ત્યાં શુધ્ધિકરણનો સંચાર થયો ?!
ગ્રીક વૈજ્ઞાનિક હીપોક્રેટસ્ કહે છે કે, “ડાહ્યો માણસ એ છે કે, સ્વાસ્થ્યને ઈશ્વરના આર્શિવાદ ગણે છે અને પોતાની માંદગીમાંથી ઘણું શિખે છે”!! માનવીમાં બે પ્રકારની બિમારી હોય છે, એક શારીરિક અને બીજી માનસિક ! કહેવાય છે કે, ફોજદારી બારની લાયબ્રેરીનું કોઈ અગમ્ય કારણસર જાગૃત વકીલોએ શુધ્ધિકરણ કરી નૈતિકિતા, પવિત્રતા ઉજાગર કરી છે ! મળેલી માહિતી મુજબ કેટલાંક જાગૃત વકીલોએ ફોજદારી બારની લાયબ્રેરીનું કથિત શુધ્ધિકરણ કરવા “ગાયત્રી યજ્ઞ”નું આયોજન કર્યું હતું !
આ ગાયત્રી યજ્ઞમાં જાગૃત મહિલા વકીલો જોડાયાં હતાં ?! અને “ગાયત્રી યજ્ઞ” ચાર કલાક ચાલેલો એવું કહેવાય છે અને ત્યારબાદ “ગાયત્રી યજ્ઞ”નું પવિત્ર જલનો લાયબ્રેરીમાં ! બાર રૂમમાં અને અનેક જગ્યાએ છંટકાવ કરાયેલો ! આ પવિત્ર “ગાયત્રી યજ્ઞ” જલ જયાં જયાં પડયું ત્યાં ત્યાં શુધ્ધિકરણ થઈ ગયું હતું !
અને જાગૃત વકીલોએ વેસ્ટર્ન ટાઈમ્સે ઉઠાવેલા સવાલનો અંત લાવી દીધો હતો ?! આત્મા શુધ્ધ બને તો હૃદયમાંથી નૈતિકતાની સુહાસ પ્રસરે તો આજુ બાજુનું વાતાવરણ પવિત્ર થઈ જાય ?! આ પવિત્રતા ટકી રહે એ જોવાની જવાબદારી જાગૃત વકીલોની છે ! વકીલાતના વ્યવસાયમાં નૈતિકતા જળવાય એ કોણ જોશે ?!
ગુજરાત બાર કાઉન્સિલના કથિત શુધ્ધિકરણની ચર્ચા એ ટોક ઓફ ધી બાર બનતા સંભવિત ઉમેદવારો ચિંતામાં ?!
અમેરિકાના સફળ ઉદ્યોગપતિ રોબર્ટ ક્રિયોસાકી કહે છે કે, “તમે આજે શું કરો છો તેના પર તમારૂં ભવિષ્ય નિર્ભર કરે છે નહીં કે આવતીકાલ પર”!! ગુજરાત બાર કાઉન્સિલમાં બધાં સભ્યોની મહેનત ! ત્યાગ અને નૈતિકતાસભર એક સરખી હોઈ શકે ?! “ના” તો પછી ગુજરાત બાર કાઉન્સિલની કચેરીમાં જે કાંઈ કામો થયા તે સંપૂર્ણ શુધ્ધતાથી થયા કે અશુધ્ધતા સાથે થયા ?!
તેનો કોઈ પુરાવો નથી ?! અને હોય પણ કયાંથી ?! ત્યારે ગુજરાત બાર કાઉન્સિલમાં પણ શુધ્ધિકરણની ચર્ચાએ જોર પકડયું છે ! તો પછી શુધ્ધિકરણ કરવાનું કામ કોનું ?! એ જાગૃત અને વિચારશીલ વકીલ મતદારોનું છે ! તો હવે ફોજદારી બારની લાયબ્રેરી પછી બાર કાઉન્સિલની કચેરીના શુધ્ધિકરણની જવાબદારી કોની ?!
ગુજરાત બાર કાઉન્સિલમાં “ત્યાગ ધર્મ” સાથે સેવા કોણે કરી ?! ભાડાભથ્થાં લીધા વગર સેવા કોણે કરી ?! બાર કાઉન્સિલના ખર્ચે નાસ્તા પાણી કરીને વકીલોની સેવા કોણે કરી ?! વકીલ પરિવારોને મરણોત્તર સહાય પહોંચાડવામાં કથિત બેરર ચેકો પહોંચાડનારા કોઈ છે કે કેમ ?! અને બાર કાઉન્સિલની ચૂંટણી જીતવા માટે “એકડા” ! “બગડા” ખરીદીનું રાજકારણ શરૂ થઈ ગયું નથી ને ?! આવા અનેક સવાલોની કથિત ચર્ચાએ જોર પકડયું છે ! ત્યારે ગુજરાત બાર કાઉન્સિલમાં એવા ઉમેદવારો ચૂંટવાની જરૂર છે જે ગુજરાત બાર કાઉન્સિલની પવિત્રતા અને ગરિમા જાળવે !!
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે નેતૃત્વ કરનારા શ્રી જે. જે. પટેલ પોતાની સમરસ પેનલમાં એવા ઉમેદવારને સાથે રાખે જે બાર કાઉન્સિલ દ્વારા વકીલોની સેવા કરવા માંગતા હોય ?! બાર કાઉન્સિલની વહીવટી શુધ્ધતા જાળવવા માંગતા હોય ?! અને બાર કાઉન્સિલમાં ચૂંટાયા પછી પગાર ભથ્થાલીધા વગર સેવા કરી હોય આવા કોણ ?!
જમર્ન – અમેરિકન વૈજ્ઞાનિક માર્ટીન એચ. ફિશર કહે છે કે, “નિદાન એ અંત નથી, એ જ સારવારની શરૂઆત છે”!! ગુજરાત બાર કાઉન્સિલનું નેતૃત્વ સંભાળતા ચેરમેન તરીકે શ્રી જે. જે. પટેલે વકીલોની મરણોત્તર સહાય વકીલોને પહોંચાડી શકાય એ માટે શ્રી જે. જે. પટેલે દરેક સ્તરેથી ગંભીર પ્રયાસો કર્યા છે !
સક્ષમ વકીલો દ્વારા સહાય મેળવીને વિનામૂલ્યે વકીલોને સુંદર અને પ્રગતિશીલ કાર્યક્રમો આપ્યા છે ! અને સુંદર સંદેશો વકીલો સુધી પહોંચાડાયો છે ! ફકત સેવાકીય અભિગમ હૃદયમાં ઉજાગર કરીને સમગ્ર વકીલ આલમને સકારાત્મક સહાય કરી છે અને અપાવી છે ! ગુજરાત સરકારમાં પોતાની વૈચારિક શક્તિને કામે લગાડીને ર૮ કરોડની માતબર રકમ ગુજરાત બાર કાઉન્સિલના વકીલ મતદારો માટે ઉભી કરી સહાય કરી છે !
ત્યારે હવે ગુજરાત બાર કાઉન્સિલની સમરસ પેનલમાં ફકત ને ફકત સેવા સારથી ઉમેદવારોને જીતાડો ! કોણે કેટલા પગાર ભથ્થાં લીધા એ જાહેર કરશે?! કારણ કે વહીવટી પારદર્શકતા એ જ આગામી ચૂંટણીનું પરિણામ બનવું જોઈએ ! શ્રી જે. જે. પટેલે વકીલોને સેવાકીય અભિગમ દ્વારા ઘણું આપ્યું છે ! માટે વકીલ મતદારો એ નહીંભુલે! પરંતુ ગુજરાત બાર કાઉન્સિલનું સંપૂર્ણ શુધ્ધિકરણ કરવા એ વકીલોની માંગ પણ છે ને ?!
