ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સમજૂતી થતાં અમેરિકામાં આંશિક શટડાઉનનો ખતરો ટળ્યો
File Photo
વોશિંગ્ટન, અમેરિકામાં વધુ એક વખત ટ્રમ્પ સરકાર પર તોળાઈ રહેલો આંશિક શટડાઉનનો ખતરો હાલ પુરતો ટળ્યો છે. ડેમોક્રેક્ટ્સ અને વ્હાઈટ હાઉસે ઇમિગ્રન્ટ્સ પર દરોડા તથા ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ગૃહ સુરક્ષા વિભાગ)ને હંગામી ભંડોળ માટે મહત્વની સમજૂતિ કરી છે.
યુએસના મિનેપોલિસ રાજ્યમાં ફેડરલ પોલીસ સાથે ઘર્ષણમાં બે દેખાવકારોના મોતની ઘટનાને પગલે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈના ભાગરૂપે નવા પ્રતિબંધો પર વાટાઘાટ અંતર્ગત સમજૂતિ કરાઈ હતી. જેના હેઠળ બન્ને પક્ષો ગૃહ સુરક્ષા માટેના ભંડોળને કાયદાથી અલગ કરવા સહમત થયા છે.
યુએસ ઇમિગ્રેશન તથા કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સી પર પ્રતિબંધ અંગે ડેમોક્રેટ્સ સાથે વાટાઘાટ થઈ રહી છે જેથી બે સપ્તાહ માટે હોમલેન્ડ સિક્યોરિટીને ભંડોળ વધારવા સહમતિ મેળવાઈ છે.ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ સપ્ટેમ્બર સુધી સરકારને ભંડોળ પુરું પાડવા મોટાભાગે સહમત થયા છે, જેમાં ગૃહ સુરક્ષા માટે વર્તમાન ભંડોળને લંબાવાશે.
બન્ને પક્ષોના સાંસદોને હામાં મતદાન કરવા તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.ગૃહના અધ્યક્ષ માઈક જોન્સને જણાવ્યું કે, આપણે વધુ એક વખત સરકારી કામગીરી ઠપ કરી શકીએ નહીં. ડેમોક્રેટ્સે બે સપ્તાહ કે તેથી ઓછા સમય માટેની મુદત આપી છે અને જો તેમની માગણીઓ નહીં સંતોષવામાં આવે તો તેઓ વ્યાપક ખર્ચ બિલને અવરોધવાની તૈયારી કરશે તથા રિપબ્લિકન્સને જરૂરી મતો નહીં મળે જેથી વધુ એક વખત શટડાઉનનો ખતરો સર્જાશે.SS1MS
