Western Times News

Gujarati News

‘કિંગ’માં એક એક્શન સીન માટે ૫૦ કરોડનો ખર્ચ થયો

મુંબઈ, સિદ્ધાર્થ આનંદ હિન્દી સિનેમાના સૌથી મોટા એક્શન ડિરેક્ટર્સમાંના એક છે. ‘પઠાન’, ‘બેંગ બેંગ’, ‘વાર’ અને ‘ફાઇટર’ જેવી મેગા હિટ ફિલ્મો માટે જાણીતા સિદ્ધાર્થ આનંદ હાલ શાહરુખ સાથે ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે ક્રિસમસ ૨૦૨૬ પર રિલીઝ થવાની છે.

આ ફિલ્મમાં શાહરુખ ખાન અને સુહાના ખાન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને રાની મુખર્જી સહિતના કલાકારો પણ મહત્વનાં રોલમાં હશે.એવા અહેવાલો છે કે, સિદ્ધાર્થ આનંદ દર્શકો માટે આ ફિલ્મ એક ભવ્ય વિઝ્યુઅલ એક્સપિરીયન્સ બનાવવા કોઈ ખામી રાખવા માગતા નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સિદ્ધાર્થ આનંદે યુરોપના લોકેશન્સ પર એક ભવ્ય એક્શન સિક્વન્સ શૂટ કરી છે, જેના માટે પ્રોડક્શન ટીમે ૫૦ કરોડ જેવી મોટી રકમ ખર્ચી છે. એક સૂત્રે જણાવ્યું, “‘કિંગ’ ભારતીય સિનેમાની સૌથી મોંઘી એક્શન ફિલ્મોમાંની એક છે અને તે દર્શકોને વર્ષાે સુધી યાદ રહે એવો થિયેટ્રિકલ અનુભવ આપવા માટે કોઈ કમી રાખવા માગતા નથી.

ફિલ્મના મુખ્ય એક્શન સીનમાંથી એક યુરોપમાં શૂટ કરવામાં આવ્યો છે અને ટીમે ૧૦ દિવસના એક્શનથી ભરપૂર શેડ્યૂલ માટે ૫૦ કરોડની રકમ ખર્ચી છે. આ એક્શન સિક્વન્સના શૂટ માટે દરરોજ ૫ કરોડનો ખર્ચ થયો છે.”આ સિક્વન્સ યુરોપમાં શાહરુખ ખાન, અભિષેક બચ્ચન સાથે હાઈ-ઓક્ટેન સ્ટન્ટ્‌સ કરવા માટે ખાસ રાખવામાં આવેલી આખી ટીમની હાજરીમાં ફિલ્માવવામાં આવ્યો હતો.

સૂત્રે આગળ જણાવ્યું, “શાહરુખ ખાન આખા એક્શન સિક્વન્સ પર વ્યક્તિગત રીતે નજર રાખે છે, કારણ કે તેને મોટા પડદા માટે કંઈક વિશાળ અને ભવ્ય બનાવવાનો વિચાર ખૂબ ગમ્યો છે.

યુરોપના લોકેશન્સ પર આ આખા સિક્વન્સની પ્લાનિંગમાં તેણે સિદ્ધાર્થ આનંદને મદદ કરી અને તેનું એક્ઝિક્યુશન પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે.”‘કિંગ’નું શૂટિંગ જૂન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાનું છે અને નિર્માતાઓ ફિલ્મને ક્રિસમસ પર રિલીઝ કરવાની તૈયારીમાં છે. માર્કેટિંગ ખર્ચ સિવાય ‘કિંગ’નું અંદાજિત પ્રોડક્શન બજેટ ૩૫૦ કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.