નવમાં રજુ થયેલા બજેટમાં ગુજરાતને શું ફાયદો થશે?
એમએસએમઈ, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ, ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગને લાભ મળશે
ગાંધીનગર, ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે સેમિકન્ડક્ટર મિશન ૨.૦, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ્સ, કેમિકલ પાર્ક્સ, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ જેવી યોજનાઓ ગુજરાત માટે ખાસ લાભદાયી છે કારણ કે રાજ્ય પહેલેથી જ ઔદ્યોગિક હબ છે. જેના કારણે સુરત, વલસાડ, અંકલેશ્વર, દાહેજ, સાણંદ જેવા વિસ્તારોમાં નવી મૂડીરોકાણ અને રોજગાર વધવાની શક્્યતા રહેલી છે.
બંદરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે નવા નેશનલ વોટરવે, શિપિંગ અને પોર્ટ આધારિત વિકાસ યોજનાઓથી ગુજરાતના કંડલા, મુન્દ્રા, પિપાવાવ જેવા બંદરોને સીધો ફાયદો થઈ શકે છે. પૂર્વથી પશ્ચિમ ફ્રેઇટ કોરિડોરમાં મકુનીથી સુરત સુધીના મલ્ટી મોડલ કોરિડોરનો ઉલ્લેખ ગુજરાત માટે વ્યૂહાત્મક લાભ કરતા સાબિત થશે.
એમએસએમઈ અને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્ર સાથે સંકળાયેલા માટે પણ જાહેરાત કરાઈ છે. એમએસએમઈ માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું વિકાસ ફંડ ફાળવવાની જાહેરાત કરાઈ છે. આ જાહેરાતથી ટીઆરઈડીએસ પ્લેટફોર્મ, ક્રેડિટ ગેરંટી અને સરળ ફાઇનાન્સિંગથી ગુજરાતના નાના ઉદ્યોગોને મોટો આધાર.
ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ ક્ષેત્રે ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પ્રોગ્રામ, એક્સપોર્ટ પ્રોત્સાહન અને કસ્ટમ્સ છૂટછાટો જાહેર કરાઈ છે. જેના કારણે સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ સેક્ટરને સ્પષ્ટ ફાયદો થઈ શકે છે.
ઊર્જા અને ગ્રીન ટ્રાંઝિશન ક્ષેત્રે સોલર ગ્લાસ, લિથિયમ આયન બેટરી, બાયોગેસ અને ગ્રીન એનર્જી માટેની છૂટછાટો જાહેર કરાઈ છે. જેના કારણે ગુજરાત પહેલેથી જ રિન્યુએબલ એનર્જીમાં અગ્રણી હોવાથી વધુ રોકાણ ખેંચી શકે
પ્રવાસન અને સેવા ક્ષેત્ર માટે પણ મહત્વની જાહેરાત કરાઈ હોવાથી, હેરિટેજ સાઇટ્સ, મેડિકલ ટુરિઝમ, ડિઝાઇન અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. ધોળોવીરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય હેરિટેજ સ્થળોને પરોક્ષ લાભ.
