Western Times News

Gujarati News

કોમી એકતાઃ મુસ્લિમ બિરાદરોએ ૭૦ વર્ષીય વૃદ્ધની હિન્દુ રિવાજ મુજબ અંતિમવિધિ કરી

(એજન્સી)અમદાવાદ, શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા મિલ્લતનગરમાં માનવતા અને કોમી એકતાની હૃદયસ્પર્શી મિસાલ સામે આવી છે. મુસ્લીમ બહુમતીવાળા આ મહોલ્લામાં છેલ્લા ૪પ વર્ષથી હળીમળી ને રહેતા એકમાત્ર હિન્દુ પરીવારના વયોવૃદધ સભ્ય ૭૦ વર્ષીય રાજારામ શાહનું નિધન થતા સમગ્ર વિસ્તારમાં શોકની માહોલ છવાઈ ગયો હતો.

મુળ બિહારના વતની અને કર્મભુમી અમદાવાદ બનાવનાર રાજારામ શાહ કડીયા કામના કુશળ કારીગર હતા છેલ્લા કેટલાંક સમયથી શરીર સાથ ન આપતા તેઓ ગંભીર બીમારીમાં સપડાયા હતા.

તેમની સાથે તેમની ૬પ વર્ષીય ધર્મપત્ની પણ આ જ મહોલ્લામાં રહેતા હતા. નિધન બાદ તેમના કોઈ નજીક સગા સંબંધીઓ હાજર ન હોઈ અંતિમવિધિ કેવી રીતે થશે તેની ચિંતા પત્નીને સતાવી રહી હતી. પરંતુ જેમ લોહીનો રંગ એક હોય છે.

તેમ માનવતાનો રંગ પણ એક જ હોય છે ને વાતને રંગ પણ એક જ હોય છે. તે વાતને સાબીત કરતાં મિલ્લતનગરના મુસ્લીમ બિરાદરોએ પળનો પણ વિલંબ કર્યો વિના જવાબદારી સંભાળી લીધી. મૃતદેહ માટે નનામી દોણી, ફુલહાર સહીતની તમામ વ્યવસ્થા કરી અને હિન્દુ રીતીરીવાજ મુજબ અંતીમવીધીમાં પુરેપુરો સહકાર આપ્યો હતો.

જયારે મહોલ્લામાંથી સદગતની અંતીમયાત્રા નીકળી ત્યારે સમગ્ર મુસ્લીમ બિરાદરો સ્મશાનયાત્રામાં જોડાયા હતા. ‘રામ રામ નામ સત્ય’ના સ્મરણ સાથે અંતીમ યાત્રા આગળ વધી હતી જે કોમી એકતાનું અનોખું દૃશ્ય સર્જી ગયું હતું. વિશેષ વાત એ હતી કે મહોલ્લામાં એક તરફ લગ્ન પ્રસંગે મંડપ સજાવાયેલો હોવા છતાં મોતનો મલાજો જાળવી તમામ રસમો બાઅદમ રોકી રાખવામાં આવી હતી.

સદગત રાજારામ શાહની અંતીમ ઈચ્છા હતી કે તેમની અંતીમયાત્રા બિહાર નહી પરંતુ મિલ્લતનગર મહોલ્લામાંથી જ કાઢવામાં આવે. મુસ્લીમ બિરાદારોએ તેમની આ અંતીમ ઈચ્છાને પણ માન આપી હીન્દુ વિધી મુજબ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે અંતીમ સંસ્કાર પુર્ણ કરાવ્યા હતા. આ સમગ્ર ઘટનાને મિલ્લતનગરને કોમી એકતા અને માનવતાના જીવંત ઉદાહરણો તરીકે ઓળખ આપીને ગઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.