Western Times News

Gujarati News

અમદાવાદના રિયલ એસ્ટેટ બજારનો ગ્રોથ વેગવાન બનશે: શેખર પટેલ

ગણેશ હાઉસિંગ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી શેખર પટેલની બજેટ પર ટીપ્પણી

Ahmedabad “કેન્દ્રીય બજેટ 2026 એ વિકસિત ભારતના વિઝનના કેન્દ્રમાં ટિઅર-2 અને ટિઅર-3 શહેરોને રાખતાં ભારતના ગ્રોથ અભિગમમાં સ્પષ્ટ પરિવર્તનને વેગ આપે છે. એઆઈ અને ટેકનોલોજીમાં ડિજિટલ ક્ષમતાનું નિર્માણ કરતાં માળખાગત વિકાસ, એમએસએમઈ વિસ્તરણ, મેન્યુફેક્ચરિંગ, અને સેમીકંડક્ટર ઈકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે રોજગાર સર્જન અને એન્ટરપ્રાઈઝના ગ્રોથનો પાયો મજબૂત બનાવે છે.

રિયલ એસ્ટેટ સેક્ટર માટે બજેટમાં જોડાણો, મૂડીની જરૂરિયાતો અને આયોજિત શહેરીકરણની આસપાસના લાંબાગાળાના મૂળભૂત સિદ્ધાંતોમાં સુધારો કરે છે. અમદાવાદ જેવા શહેરોને સરકારના આ અભિગમનો નોંધપાત્ર લાભ મળશે. મજબૂત ઔદ્યોગિક આધાર, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો તેમજ બિઝનેસ, પ્રતિભા અને સંસ્થાકીય મૂડી માટે શ્રેષ્ઠ સ્થળ તરીકેની ઉભરતી માગના કારણે અમદાવાદના રિયલ એસ્ટેટ બજારનો ગ્રોથ વેગવાન બનશે.

ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજી આધારિત નીતિ-નિયમો પર ભાર મૂકતાં તે આ પ્રકારના શહેરોમાં રિયલ એસેટ્સનું આયોજન, વિકાસ અને સંચાલનને નવો આકાર આપશે. તે વધુ કાર્યક્ષમ અને ભવિષ્ય માટે સજ્જ શહેરી ઇકોસિસ્ટમને ટેકો આપશે.

એન્ટરપ્રાઈઝિસ, ટેક્નોલોજી આધારિત કંપનીઓ અને જીસીસી તેમના ભૌગોલિક ફૂટપ્રિન્ટનું વૈવિધ્યીકરણ કરશે. ઉભરતા બજારોમાં સુઆયોજિત, સુસંગત રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ડેવલપમેન્ટ્સની માગ વધશે. બજેટ-2026 ડેવલપર્સને વિશ્વસનીય રોકાણ, આર્થિક વિકાસ સાથે પુરવઠાને સંરેખિત કરવા માટે જરૂરી નીતિ સ્થિરતા અને અમલીકરણની જરૂરિયાતો પૂરી પાડે છે. જે શહેરી અને આર્થિક પરિવર્તનને સંતુલિત કરતાં આગામી તબક્કાને ટેકો આપે છે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.