Western Times News

Gujarati News

પ્રિયદર્શન ભૂત પોલીસ ટુ સૈફ અલી અને અર્જુન કપૂર વગર બનાવશે

મુંબઈ, પ્રિયદર્શન ભૂત પોલીસ ટુ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. પરતુ તેમાં સૈફ અલી ખાન અને અર્જુન કપૂર જોવા મળશે નહીં. તેમના સ્થાને એક વરિષ્ઠ અને એક કનિષ્ઠ અભિનેતાઓને સમાવવામાં આવશે. જોકે મૂળ ફિલ્મની જેમ જ બીજા ભાગમાં પણ હાસ્ય અને એલોકિક તત્વોનું મિશ્રણ જોવા મળશે.

દિગ્દર્શક આ ફિલ્મને નવા કલાકારો સાથે બનાવવા માટે એક રસપ્રદ સંયોજન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, મૂળ ફિલ્મનું દિગ્દર્શન પવન કૃપલાનીનું હતું. જેમાં સૈફઅલી ખાન,અર્જુન કપૂર, જેકલીન ફર્નાન્ડિઝ અને યામી ગૌતમ જોવા મળ્યા હતા. હાલ પ્રિયદર્શનભૂત બંગલા અને હૈવાન ફિલ્મ પર કામ કરી રહ્યો છે. આ બન્ને ફિલ્મોને આ વર્ષમાં જ માં રિલીઝ કરવાની યોજના છે. આ પછી તે ભૂત પોલીસ ટુ પર કામ શરૂ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.