Western Times News

Gujarati News

કરણ જોહર આદિત્ય રોય કપૂર સાથે હોરર થ્રીલર બનાવશે

મુંબઈ, આદિત્ય રોય કપૂરને એક નવી હોરર થ્રીલર ફિલ્મ મળી છે. કરણ જોહર આ ફિલ્મ બનાવી રહ્યો છે. જોકે, ફિલ્મનું દિગ્દર્શન સંદીપ મોદી કરવાના છે. બોલિવુડમાં છેલ્લા કેટલાંક વર્ષાેથી હોરર થ્રીલર ફિલ્મો લોકપ્રિય થઈ રહી છે. આથી કરણ જોહરે પણ આ ટ્રેન્ડમાં ઝંપલાવ્યું છે. તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરાવી લીધી છે.

આદિત્ય રોય કપૂરને સ્ક્રિપ્ટ પસંદ પણ આવી છે. ફિલ્મ માટે પ્રિ પ્રોડક્શન વર્ક શરુ થઈ ગયું છે. મોટાભાગે આગામી મે માસથી ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ જશે. આદિત્ય રોય કપૂર સામે હિરોઈનની શોધ ચાલુ છે. આ ઉપરાંત અન્ય કાસ્ટ ફાઈનલ થઈ રહી છે. આદિત્ય રોય કપૂરની છેલ્લી ફિલ્મ ‘મેટ્રો ઈન દિનો’એ ટિકિટબારી પર સાધારણ દેખાવ કર્યાે હતો. હવે તેની સીરિઝ ‘રક્તબ્રહ્માંડ’ રીલિઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.