કેન્દ્રિય બજેટ 2026: ખેડૂતો, ગ્રામિણ અર્થતંત્ર અને સહકારી આંદોલનને સશક્ત બનાવવા માટેનું ઐતિહાસિક પગલું છે: દિલીપસંઘાણી
ભારતને “વિકસિત ભારત @2047” ના લક્ષ્યની દિશામાં મજબૂતીથી આગળ લઈ જનાર બજેટ છે: દિલીપ સંઘાણી
New Tax Regime માં ઈન્ટર-કોપરેટિવડિવિડેન્ડ પર છૂટ આપવામાં આવી જેસહકારી આંદોલનોની ક્ષમતા અને વિસ્તારને મજબૂત બનાવશે: દિલીપસંઘાણી
અધિસૂચિત રાષ્ટ્રીય સહકારી સંગઠનોને3 વર્ષ સુધી લાભાંશ પર કર છૂટ નિર્ણય આવકાર્ય છે : દિલીપસંઘાણી
કેન્દ્રિય બજેટ 2026 નું સ્વાગત કરતાં દેશના વરિષ્ઠ સહકારી નેતા અને ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપસંઘાણીએ કહ્યું કે, આ બજેટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીજીના નેતૃત્વ હેઠળ “સર્વજનહિતાય, સર્વજનસુખાય” ના આદર્શને સાકાર કરતાં ભારતને “વિકસિત ભારત @2047” ના લક્ષ્યની દિશામાં મજબૂતીથી આગળ લઇ જનાર બજેટ છે. આ બજેટ ખેડૂતો, ગ્રામિણ અર્થતંત્ર અને સહકારી આંદોલનને સશક્ત બનાવનાર ઐતિહાસિક પગલું છે.
કૃષિ ક્ષેત્રમાં AI આધારિત જમીન પરીક્ષણ (Soil Testing), ડિજિટલમાર્કેટપ્લેસ, આધુનિક ટેકનિકનો સમાવેશ અને કૃષિ લોનનાલક્ષ્યોને રેકોર્ડ સ્તર સુધી વધારવું તથા ખેડૂતોની આવક વધારવા માટે નિર્ણયાત્મક પગલું છે. પશુપાલન ક્ષેત્રનાઆધુનિકીકરણથીગ્રામિણઆજીવીકાને નવી મજબૂતી મળશે અને દેશના કૃષિ આધારિત ઉદ્યોગોનેઆત્મનિર્ભરતા મળશે.
સહકારી ક્ષેત્રને નવી દિશા આપવા માટે અધિસૂચિત રાષ્ટ્રીય સહકારી સંગઠનોને3 વર્ષ સુધી લાભાંશ પર કર છૂટ, તેમજ New Tax Regime માં ઈન્ટર-કોપરેટિવડિવિડેન્ડ પર છૂટ આપવામાં આવવી, સહકારી આંદોલનોની ક્ષમતા અને વિસ્તારને મજબૂત બનાવશે. જે વડાપ્રધાન મોદીજીના “સહકાર થી સમૃદ્ધિ” વિઝનને વધુ પ્રબળ બનાવે છે.
IFFCO એ વિશ્વની પ્રતિષ્ઠિત સહકારી સંગઠનોમાંની એક, ભારતીય કૃષિ અને સહકારી આંદોલનનો પ્રતિનિધિ સ્તંભ છે. ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપસંઘાણીએહંમેશાં ખેડૂતો અને સહકારી સમુદાયના વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
અંતે, શ્રી દિલીપસંઘાણીએ કહ્યું કે, કુલ મળીને કેન્દ્રિય બજેટ 2026 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીજીની નેતૃત્વ ક્ષમતા, નાણા મંત્રી શ્રીમતી નિર્મલાસીતારમણજીની આર્થિક વિચારધારા, સહકારી મંત્રી શ્રી અમિતભાઈશાહજીની સહકારી દૃષ્ટિ અને કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહચૌહાણજીના ખેડૂત-કેન્દ્રિતનિર્ણયોનું સંયુક્ત પરિણામ છે. આ બજેટ ન માત્ર કૃષિ અને ગ્રામિણ ભારત માટે, પરંતુ સમગ્ર દેશની આત્મનિર્ભરતા, વિકાસ અને સશક્ત સહકારી આંદોલન માટે નિર્ણાયક સાબિત થશે તેમ જણાવ્યું.
