વકીલોએ જ વકીલ સંસ્થા સામે હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં જવું પડે આ કેવું ?!
ગુજરાતના મહિલા વકીલો માટે, જુનીયર્સ વકીલો માટે તથા વયોવૃધ્ધ સીનીયર વકીલોની વેદના – સંવેદના માટે ગુજરાત બાર કાઉÂન્સલના ચૂંટાયેલા સભ્યોએ શું કર્યુ ?!
ઉમેદવારની ફોર્મ ફી લાખ રૂપિયા ઉપર કરાઈ ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફયુડલ વગાડતા હતાં ?! વકીલ મતદારોમાં ચકચાર ?!
તસ્વીર ગુજરાત બાર કાઉÂન્સલની છે ! જેમાં અનેક ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે ! આ વખતની ચૂંટણી એ દરેક ઉમેદવારના નેતૃત્વનું ભવિષ્ય નકકી કરશે ! જો તેમાં પણ મતદાન ઓછું થશે તો રસપ્રદ ચૂંટણી પરિણામ આવશે ! જે ઉમેદવારો ભૂતકાળમાં બાર કાઉÂન્સલની ચૂંટણી હારી ચૂકયા છે તેમણે શોધી કાઢવાનું છે કે, તેઓ કેમ હાર્યા હતાં ?! અને તેમાં સુધરો કરવાની જરૂર છે !
અને જ ઉમેદવારો ચૂંટણી જીતી ગયા હતાં તેઓ કયા કારણસર ૧ થી પ માં ક્રમે જીત્યા નથી એ વિચારીને બાજી ગોઠવશે તો ચૂંટણી જીતી શકશે ! અને નવોદીત ઉમેદવારો હશે તેઓ બીજાના ભરોસે ઉભા રહેશે અને પોતાનું કોઈ આગવું વ્યક્તિત્વ નહીં હોય ! બધાં વકીલોમાં તેની સરળ અને નિખાલસ છાપ નહીં હોય તેમને “એકડા” લાવવા પ્રથમ પ્રેફરન્સના મતો લાવવા અઘરૂં બનશે અને તેઓ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જશે તો તે શ્રેષ્ઠ ઉમેદવારોને નડશે અને નબળા ઉમેદવારો જીતી જશે તેવી ચર્ચાએ જોર પકડયું છે ?!
જો કોઈ ઉમેદવાર કોઈના કહેવાથી ઉભા રહેશે તો તેમનો ઉંટિયા તરીકે ઉપયોગ થશે ! અને જેમણે ઉભા રાખ્યા છે એ જીતી જશે અને પોતે હારીને પોતાની પ્રતિષ્ઠા ગુમાવશે ! માટે વકીલોએ સમજદાર બુÂધ્ધજીવી અને કાબેલિયત ધરાવતા ઉમેદવારો છે ! મતદારો છે ! છતાં કયારેક કોઈની વાતોથી પ્રભાવિત થતાં હોવાનું મનાય છે ?! તસ્વીરમાં ડાબી બાજુથી સંભવિત ઉમેદવાર શ્રી પરેશભાઈ જાનીની છે !
બીજી તસ્વીર ગુજરાત હાઈકોર્ટ બારમાંથી સંભવિત ઉમેદવાર શ્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટની છે ! ત્રીજી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી બાબુભાઈ મંગુકીયાની છે ! ચોથી તસ્વીર સંભવિત ઉમેદવાર મનીષાબેન પરીખની છે ! પાંચમી તસ્વીર ફોજદારી બારના શ્રી જીગ્નેશભાઈ પટેલની છે ! છઠ્ઠી તસ્વીર શ્રીમતી વૈશાલીબેન ભટ્ટની છે ! સાતમી તસ્વીર શ્રી અનિલભાઈ ભરવાડની છે ! આઠમી તસ્વીર શ્રી અનિલભાઈ કેલ્લાની છે !
નવમી તસ્વીર શ્રી ભરતભાઈ ભગતની છે ! દસમી તસ્વીર શ્રી ભાવેશભાઈ બારોટની છે ! અગિયારમી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી આફતાબહુસેન એ. અન્સારીની છે ! તેઓ સોલીસીટર અને એડવોકેટ છે તેઓનું સૂત્ર છે ! “વકીલ સમુદાય માટે એક મજબુત સંકલ્પ લઈએ ?!” અને તેઓ ગામડે ગામડે ફરી રહ્યા છે ! પરંતુ તેઓ વી.એચ.પી. ના વકીલોમાં ભારે ચર્ચાનો વિષય પણ બન્યા હોવાની ચકચાર ચાલે છે ?! પરંતુ તેમનો વાયુવેગે પ્રચાર ચાલે છે અને તેમની જીતનું કારણ બની શકે છે !
ફોજદારી બારમાંથી કેટલા એકડા લે છે તેના પર તેમની જીતનો મદાર હોવાનું પણ મનાય છે ! આ વખતની ચૂંટણીમાં એકડા પર કામ આવે તેમ છે ! પરંતુ શ્રી અનિલભાઈ કેલ્લા, શ્રી ભરતભાઈ ભગતે જુનીયર્સ વકીલોને સભ્યો બનાવ્યા છે અને ભુતીયા વકીલો તેમની મત બેંક છે તેમાંથી કોણ એકડા ખેરવે છે તે જોવાનું રહે છે!
છતાં જુના જાગીઓ માટે કપરા ચઢાણ છે ! સત્તા પરિવર્તનની ઉઠેલી હવામાં જુનીયર્સ જાગૃત વકીલો પોતાનો જુનીયર્સ પ્રતિનિધિ ઉભો રાખવામાં કામિયાબ કેટલા થાય છે એ જોવાનું રહે છે ??!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
મુસ્લીમ સંભવિત ઉમેદવાર આફતાબહુસેન એ. અન્સારી, સોલીસીટર અને એડવોકેટ છે અને ગામે ગામ ફરી રહ્યા છે ! ડીનર ડીપ્લોમસી ચલાવે છે ?! જો એ ફોજદારી બારમાંથી એકડા લઈ જશે તો જીતવાની સંભાવના છે ! પરંતુ તેઓ વી.એચ.પી. વકીલ ગ્રુપમાં ચર્ચાનો વિષય કેમ બની રહ્યા છે ?! વકીલો વિચારશે ?!
ફ્રેન્ચ વૈજ્ઞાનિક રિચાર્ડ ડોકિન્સ કહે છે કે, “આપણાં વિચારો સિવાય બીજી કોઈ ચીજ એવી નથી, જે આપણાં અંકુશમાં હોય”! બ્રિટીશ વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિન કહે છે કે, “નૈતિક સંસ્કૃતિનું સર્વાેચ્ચ શિખર ત્યારે સર થાય જયારે આપણે આપણાં વિચારો પર નિયંત્રણ મેળવતા શિખી જઈએ”!!
ગુજરાત બાર કાઉÂન્સલની ચૂંટણી જીતવા માટે ઉમેદવારો અધિરા બન્યા છે અને એ ભુલી જાય છે કે, આપણે ચૂંટણી જીતવા જે પેંતરા રચીએ છીએ તેનો મતદાર બુÂધ્ધજીવી ન્યાયાધીશ છે !? વકીલ મતદાર એ સત્યનો શોધક છે ! અને વકીલ મતદાર કર્મનો ઉપાસક છે ! ત્યારે તેના ખિસ્સ્માંથી “એકડો” પ્રથમ પ્રેફરન્સનો મત મેળવવો
સરળ છે? છતાં “ગરજવાનને અકકલ ન હોય” એવું કહેવાય છે ! એ રીતે ગુજરાત બાર કાઉÂન્સલની ચૂંટણી જીતવા માંગતા કેટલાક ઉમેદવારોએ અદ્દભૂત પ્રચારનો માર્ગ અપનાવ્યો છે !!
ગુજરાત બાર કાઉÂન્સલની ચૂંટણી જીતવા અધિરા બનેલા કેટલાંક સંભવિત ઉમેદવારો અતાર્કિક પ્રચાર કરતા બુÂધ્ધજીવી વકીલો એકડો તો શું ૨૫ માં ક્રમનો મત આપશે ?!
અમેરિકન વિખ્યાત ઉદ્યોગપતિ લી આઈકોકા કહે છે કે, “જયારે વસ્તુ પોતે જ સારી હોય ત્યારે વધારે હોંશિયાર બનવાની જરૂર પડતી નથી”!! ગુજરાત બાર કાઉÂન્સલની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો પોતે જે એક વિદ્વાન, પ્રતિભાશાળી, સુવિખ્યાત વકીલ હોય ! જુનીયર્સ વકીલો માટે સ્ટડી સર્કલ ચલાવીને વકીલોને જ્ઞાની બનાવ્યા હોય ! સરકારી વકીલ કે મેજીસ્ટ્રેટ બનાવવામાં મદદ કરી હોય !
જુનીયર્સ વકીલોની રોજ-બરોજની સમસ્યાઓ સાંભળી હોય, મહિલા ધારાશાસ્ત્રીઓની સમસ્યાઓ સાંભળવા પોતાના સમય ફાળવી મદદ કરી હોય ! ગુજરાત બાર કાઉÂન્સલમાં ચૂંટાયા પછી મેળવેલા ભાડા-ભથ્થાની રકમ જુનીયર્સ વકીલોને મદદ કરવા વાપરી હોય ! તેમજ વકીલાતના વ્યવસાયિક સિધ્ધાંતો જાળવી પોતાનું વ્યક્તિત્વ ઉજાગર કર્યુ હોય તો આવા કોઈ ગુજરાત બાર કાઉÂન્સલના ઉમેદવારોએ “મત માંગવા” વકીલ મતદારો પાસે જવું પડે ખરૂં ?! માટે વકીલ મતદારો મત માંગવા આવતા ઉમેદવારોનું આ રીતે ચારિત્ર્ય તપાસે પછી જ “એકડો” આપે એ જરૂરી છે ! સમજાય છે ને ?!
બાર કાઉÂન્સલ ઓફ ઈન્ડિયાના સભ્યોએ ઉમદવાર માટેની ફોર્મ ફી સવા લાખ કરી ?! વકીલાત પૂર્વ લેવાતી ફી ઓમાં વધારો કર્યાે ?! મહિલા ધારાશાસ્ત્રીઓ માટે ગુજરાત બાર કાઉÂન્સલમાં કયારે “અનામત સીટો” માટે અવાજ ઉઠાવ્યો નથી ?! જુનીયર્સ વકીલોની શરૂઆતની વકીલાતમાં એક વર્ષ ‘સ્ટાઈપેન્ડ’ આપવાનું વિચાર્યુ નથી ?! અને બાર કાઉÂન્સલ ઓફ ઈન્ડિયાના કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોનો જે તે સમયે વિરોધ કર્યાે નથી ?! એવા કેટલાક સંભવિત ઉમેદવારોને વકીલ મતદારો ફરી ચૂંટશે ખરાં ?!
જાપાનીઝ ઉદ્યોગપતિ આકીઓ મેરીટા એ સરસ કહ્યું છે કે, “સર્જનાત્મકતા તો કોઈપણ પાસે હોય પણ એનો ઉપયોગ કેમ કરવો એ બહું ઓછા જાણતા હોય છે”!! પરંતુ હવે ગુજરાત બાર કાઉÂન્સલની ચૂંટણી જીતવી છે તો એકાએક જાગૃત થઈ જનારા વકીલ ઉમેદવારો હવે તમને જોવા મળશે ?! બાર કાઉÂન્સલ ઓફ ઈન્ડિયાએ અનેક ખોટા અને વિવાદાસ્પદ નિર્ણયો જયારે જયારે કોણે કોણે વિરોધ કર્યાે ?!
બાર કાઉÂન્સલ ઓફ ઈન્ડિયાએ ગુજરાત બાર કાઉÂન્સલની ઉમેદવારી ફી વધારી ત્યારે ગુજરાત બાર કાઉÂન્સલના કયા સભ્યોએ વિરોધ કર્યાે ?! કયા સભ્યોએ રીટ પીટીશન કરી ?! ગુજરાત બાર કાઉÂન્સલના કયા સભ્યોએ મહિલા અનામત માટે માંગણી કરી ?! જુનીયર્સ વકીલો માટે ગુજરાત બાર કાઉÂન્સલના કયા સભ્યોએ સ્ટડી સર્કલ શરૂ કરાવ્યું ?!
જુનીયર્સ વકીલોની ફરિયાદ સાંભળવા ગુજરાત બાર કાઉÂન્સલે ફરિયાદ સેલ આજદિન સુધી શરૂ કર્યુ નથી ?! વકીલ મંડળોની ચૂંટણી સમયે કથિત ગેરરિતીઓ અટકાવવા ગુજરાત બાર કાઉÂન્સલે કોઈ કાનૂન બનાવ્યો નથી ?! આવા સવાલો જાગૃત વકીલો સક્રીય થઈ ગયા છે ! જેનો પડઘો આગામી ગુજરાત બાર કાઉÂન્સલની ચૂંટણીમાં પડે એવી પુરી સંભાવના છે ! કારણ કે વકીલ મતદારો જાગૃત થતા જાય છે !!!!
ગુજરાત બાર કાઉÂન્સલ હોય કે બાર કાઉÂન્સલ ઓફ ઈન્ડિયા હોય જયારે વકીલોને તેમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થામાંથી ન્યાય નથી મળતો ત્યારે વકીલોએ ગુજરાત બાર કાઉÂન્સલ સામે કે બાર કાઉÂન્સલ ઓફ ઈન્ડિયા સામે અદાલતના દરવાજા ખટખટાવવા પડે છે ?!
અમેરિકન ઈન્ટરનેટ ક્ષેત્રના સાહસિક ઉદ્યોગપતિ માર્ક એનીઓફ કહે છે કે, “યોગ્ય કર્મચારીની પસંદગીનું રહસ્ય ઃ જે લોકો દુનિયા બદલવા માંગતા હોય એમની શોધ કરો”!! ગુજરાત બાર કાઉÂન્સલના જુનીયર્સ અને સીનીયર્સ વકીલો મત આપે છે ત્યારે તેમની અપેક્ષા હોય છે કે, ગુજરાત બાર કાઉÂન્સલમાં ચૂંટાયેલા અને બાર કાઉÂન્સલ ઓફ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા બાર કાઉÂન્સલના સભ્યો તેમની સમસ્યાઓનો ઉકેલ લાવશે !
વકીલો માટે નીત્ય નવીન કંઈક બાર કાઉÂન્સલ કરશે ?! પરંતુ વકીલોનું જીવન બદલાય, વકીલોની સમસ્યા હલ થાય એવું કંઈક ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરશે ?! વકીલોની દુનિયામાં કોઈ ક્રાંતિકારી કે પ્રગતિશીલ બદલાવ આવે એવું કંઈક કરશે ? પરંતુ આવું કંઈક પણ થતું નથી ?!
કોઈ વકીલનું અવસાન થાય છે અને રીન્યુઅલ ફી ભરવાનું ચૂકી જાય છે તો વકીલ પરિવારનું જ શોષણ થાય છે ! એવી વકીલોની વ્યાપક પ્રમાણમાં ફરિયાદ છે ! વાત ત્યાંથી અટકતી નથી ! ઘણાં પ્રશ્નો એવા છે કે, ગુજરાત બાર કાઉÂન્સલ સામે કે પછી બાર કાઉÂન્સલ ઓફ ઈન્ડિયા સામે વકીલોએ જ ગુજરાત હાઈકોર્ટ કે પછી સુપ્રિમ કોર્ટ સુધી લડવું પડે છે !
તો પછી વકીલ મતદારો જાગૃત થાય અને એવા ઉમેદવારોને મત આપે કે કંઈક નવું કરવા તત્પરતા દર્શાવે ! પ્રતિભાશાળી, સુવિખ્યાત વકીલ ઉમેદવારોને ચૂંટો જેમાં રાજકારણ નહીં ! જ્ઞાતિવાદ નહીં ! જાતિવાદ નહીં ! ધાર્મિક સાંપ્રદાયવાદ નહીં ?! ફકત “લાયકાત, પ્રતિભા, સેવાલક્ષી અભિગમ અને પ્રગતિશીલ દ્રષ્ટિકોણ વાળા ઉમેદવારોને ચૂંટો જેથી તમારો કિંમતી મત વકીલ સમાજનું ભલુ કરે એમને મત આપો”!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
