Western Times News

Gujarati News

મારા પર્સમાંથી દુઆએ બે દિવસ પહેલાં ખાધેલું થેપલું મળ્યું : દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે ગર્વથી કબુલ્યું કે તેને દુઆનું ઘેલું લાગ્યું છે

દીપિકા માતા બન્યા પછી બ્રેક લીધા પછી ફરી લાઇમલાઇટમાં પાછી ફરી રહી છે, સપ્ટેમ્બર ૨૦૨૪માં તેણે દુઆ પાદુકોણ સિંઘને જન્મ આપ્યો હતો

મુંબઈ,દીપિકા પાદુકોણ પોતાની અભિનય ક્ષમતાથી દુનિયા પર રાજ કરવામાં જ ધ્યાન આપતી હોય કે પછી એક દિવા અને આઇકોન તરીકે જાણીતી છે. પરંતુ મનથી તે સંપુર્ણ ભારતીય માતા છે, જેનું બધું જ ધ્યાન હાલ તેની દિકરી દુઆ પર છે અને તેને મોટી થતી નીહાળવામાં તે સમય વિતાવવા માગે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે કબુલ્યું છે કે તેને પોતાની દિકરી દુઆનું એવું ઘેલું લાગ્યું છે કે તે વારંવાર તેને ‘આઇ લવ યુ આઇ લવ યુ’ કહેતી સંભળાય છે.દીપિકા માતા બન્યા પછી બ્રેક લીધા પછી ફરી લાઇમલાઇટમાં પાછી ફરી રહી છે.

સપ્ટેમ્બર ૨૦૨૪માં તેણે દુઆ પાદુકોણ સિંઘને જન્મ આપ્યો હતો. ત્યારે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે હાલમાં તે કઈ બાબતથી ઓબસેસ્ડ છે, તો દીપિકાએ તરત કહ્યું હતું કે, “હાલમાં નહીં, હાલમાં શબ્દ જ હું કાઢી નાખવા માગું છું. મારી દિકરી મારું ઓબ્સેશન છે.”દિકરીના કારણે માતાના બેગની સામગ્રી બદલાઈ જતી હોય છે, તો તેના બેગની સૌથી વિચિત્ર વસ્તુ અંગે પૂછાતા દીપિકાએ એક કિસ્સો યાદ કર્યાે હતો. એક વખત દુઆ થેપલાનો ટુકડો હાથમાં લઇને ખાઈ રહી હતી અને તેને બે દિવસ પછી એની બેગમાંથી એનો ટુકડો મળ્યો હતો. માતા બન્યા પછી સંગીત દીપિકાનો સહારો બન્યું છે, જોકે, તેનું પ્લેલિસ્ટ બદલાઈ ગયું છે.

પહેલાંથી અલગ હવે દીપિકા પણ નર્સરી રાઇમ્સની મજા લે છે અને તે પણ હેડ શોલ્ડર નીઝ એન્ડ ટોઝ ગીત સાથે સાથે ગાઇને તેની મજા લે છે. આ ઇન્ટરવુમાં દીપિકા જો એક્ટર ન હોત તો શું હોત, તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી. એક્ટિંગમાં પ્રવેશી તે પહેલાં દીપિકા બેડમિન્ટન રમતી હતી. તો ઘણા લોકો એવું વિચારે છે કે દિપિકા એક્ટર ન હોત તો બેડમિન્ટનમાં એવોર્ડ જીતતી હોત. પરંતુ દીપિકા આ મુદ્દે કહે છે કે તે કદાચ ઇન્ટેરિઅર ડિઝાઇનર બની શકી હોત. જોકે, આ ઇટરવ્યુમાં તેણે જણાવ્યું કે તેનો પતિ રણવીર સિંહ માને છે કે દીપિકા માટે વકીલ બનવાનો વિકલ્પ સારો રહ્યો હોત.

જ્યારે તે કેવા વાક્ય વધારે બોલતી હોય છે, તે અંગે દીપિકાએ કહ્યું તે વારંવાર પોતાની દિકરીને “આઇ લવ યુ” કહેતી સાંભળવા મળે છે.જો દીપિકાની આવનારી ફિલ્મોની વાત કરવામાં વે તો તે સિદ્ધાર્થ આનંદની શાહરુખ સાથેની ફિલ્મ કિંગ સાથે મોટા પડદે કમબૅક કરી રહી છે. જેમાં સુહાના ખાન, અભિષેક બચ્ચન, રાની મુખર્જી પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ના દિવસે રિલીઝ થઈ રહી છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.