Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસનું સ્વપ્ન : 2026-27માં 1600 બસો દોડાવશે

પ્રતિકાત્મક

AMTSનું રૂ. ૧,૦૧૧ કરોડનું સુધારેલું બજેટ મંજૂર

અમદાવાદ,   અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું ૨૦૨૬-૨૭ના વર્ષનું રૂ. ૧.૦૧૧ કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા રૂ. ૯૯૧ કરોડના ડ્રાફ્ટ બજેટમાં AMTS કમિટી ચેરમેન ધરમશી દેસાઈએ રૂ. ૨૦ કરોડનો વધારો કરીને બજેટ મંજૂર કર્યું છે.

AMTS દ્વારા આગામી વર્ષમાં નવી ૪ ઈલેક્ટ્રીક AC ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે અને હાલ શહેરમાં દોડાવાતી બસની સંખ્યામાં બમણો વધારો કરીને ૧,૬૦૦ બસનો કાફલો કરવામાં આવશે. શહેરમાં દોડતી રૂ. ૩ કરોડના ખર્ચે ૭૦ AC બસમાં ઈન- કેબિન એર પ્યોરીફીકેશન સિસ્ટમ લગાવવામાં આવશે. AMTS બસોમાં રૂ. ૩ કરોડના ખર્ચે AIના આધારે બસ રૂટ પર દોડવાતી બસોની સંખ્યા અને કેટલી બસોની ડીમાન્ડ છે તે અંગે સર્વે કરીને બસોની ફ્રીક્વન્સી વધારવા હેતુસર ડાયનેમિક શિડ્યુલિંગ સોફ્ટવેર ઓપ્ટીમાઈઝેશન લગાવવામાં આવશે.

હયાત બસો રૂટોનું એનાલિસીસ કરીને જરૂરિયાત મુજબ બસ ફ્રીક્વન્સી વધારવામાં આવશે. AMTSના જમાલપુરના બસ ડીપોમાં ૫૦ વર્ષ જૂના સ્ટોર બિલ્ડિંગને રૂ. ૩ કરોડના ખર્ચે તોડીને નવું બિલ્ડિંગ બનાવાશે. સ્ટાફ બીહેવિયર માટે રૂ. ૨૦ લાખ ફાળવાયા છે. હાલ, મહેમદાવાદ, સાણંદ, કલોલ અને બાવળા સુધી AMTSની બસ દોડાવવામાં આવી રહી છે.

ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેનના અધ્યક્ષપદે યોજાયેલી ટ્રાન્સપોર્ટ કમિટીની મીટિંગમાં રૂ. ૨૦ કરોડના વધારા સાથે કુલ રૂ. ૧,૦૧૧ કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. AMTS કમિટી ચેરમેને જણાવ્યું હતું કે. હાલ શહેરમાં ૧૬૮ ઓપરેશનલ રૂટ પર AMTSની ૮૬૭ બસ દોડાવવામાં આવી રહી છે અને આગામી વર્ષે બસની સંખ્યામાં બમણો વધારો કરીને ૧૬૦૦ જેટલી બસ કરવામાં આવશે.

શહેરના પ્રદૂષણમાં વધારો ન થાય તે હેતુસર પર્યાવરણને સાનુકૂળ ઈલેક્ટ્રીક બસ દોડાવવામાં આવે છે અને ૧૫મા નાણાં પંચની રૂ. ૯ કરોડની ગ્રાન્ટ મેળવીને વધુ ૪ ઈલેક્ટ્રીક AC ડબલ ડેકર બસ તેના ચાર્જર કોમ્પ્રીહેન્સિવ મેઈન્ટેનન્સ મેન્યુફેક્ચરર પાસે ખરીદવામાં આવશે.

રૂ. ૨ કરોડની ગ્રાન્ટમાંથી દરેક ઝોનમાં પાંચ ટ્રી બસ શેલ્ટર લગાવાશે. પ્રદૂષણ મુક્ત શહેરી પરિવહન પ્રોજેક્ટ ક્લીન એર બસ ફ્લીટ પ્રોગ્રામ અંતર્ગત રૂ. ૩ કરોડના ખર્ચે ૭૦ AC બસોમાં મુસાફરોને રેટ્રોફિટ તૈયાર ઈન- કેબિન એર પ્યોરીફીકેશન સિસ્ટમ લગાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.