Western Times News

Gujarati News

લાંભામાં  હેલ્થ સેન્ટર, તળાવ, પાર્ટી પ્લોટ અને સ્ટ્રીટ લાઈટના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ (પ્રતિનિધિ),  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના 3 ફેબ્રુઆરીના દિવસે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા લાંભા વોર્ડમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના અલગ-અલગ ચાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.  મેયર  પ્રતિભાબેન જૈનના હસ્તે વટવા ટર્નીંગ પાસે લાંભા ખાતે આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ, સવારે લાંભા તળાવની પાછળ આવેલા પાર્ટી પ્લોટનું ખાતમુહૂર્ત કરાયું અને એ પછી લાંભા તળાવ તેમજ ગાર્ડનનું લોકાર્પણ કરાયું હતું. લાંભાના ઈન્દિરા નગર 2, ત્રણ રસ્તા પાસે આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 1391 સ્ટ્રીટ લાઈટ પોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય  બાબુભાઈ પટેલ અને ધારાસભ્ય  અમૂલ ભટ્ટ , ડેપ્યુટી મેયર જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  દેવાંગ દાણી, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, મ્યુનિસિપલ શાસક પક્ષના દંડક શીતલ ડાગા સહિત વિવિધ કમિટીના ચેરમેન , આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.