Western Times News

Gujarati News

ટેરિફ મામલે લોકો ટીકા કરી રહ્યા હતા પરંતુ આપણે ધીરજ રાખી અને તેનું સકારાત્મક પરિણામ આવ્યું: PM

File photo

અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સારું વાતાવરણ બન્યુંઃ મોદી

(એજન્સી)નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ સોદાને લઈને સંસદ પરિસરમાં એનડીએ સાંસદો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, લોકો ટીકા કરી રહ્યા હતા પરંતુ આપણે ધીરજ રાખી અને તેનું સકારાત્મક પરિણામ આવ્યું છે.

પીએમ મોદીએ એનડીએ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે, તમામ સાંસદો સદનમાં હાજર રહે, ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે. બજેટની ઉપલÂબ્ધઓ અંગે જનતા વચ્ચે જાઓ અને તેમને જણાવો. પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકા સાથે ટ્રેડ ડીલ થતા વાતાવરણ સારુ બન્યું છે. હવે મેન્યૂફેક્ચરિંગ વધે તથા ક્વોલિટી પ્રોડક્ટ બને તેવા પ્રયાસો શરૂ કરવા જોઇએ.

બજેટની લોકજાગૃતિઃ બજેટની સિદ્ધિઓ લઈને જનતા વચ્ચે જાઓ અને તેમને તેની વિગતો જણાવો. આ બજેટ આગામી ૨૫ વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

મેન્યુફેક્ચરિંગ પર ભારઃ અમેરિકી ટ્રેડ ડીલથી દેશમાં સારું વાતાવરણ બન્યું છે. હવે મેન્યુફેક્ચરિંગ વધારવું જોઈએ અને ક્વોલિટી પ્રોડક્ટ્‌સ બનાવવી જોઈએ.
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં ભારતે યુરોપિયન યુનિયન, યુએઈ, મોરિશિયસ, ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ અને અમેરિકા જેવા દેશો સાથે વેપાર કરાર કર્યા છે.

આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી; વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે તેનું જ આ પરિણામ છે. માત્ર એક અઠવાડિયા પહેલા જ ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા અને હવે અમેરિકા સાથે પણ કરાર થયા છે. જેમાં ટેરિફમાં ઘટાડની જાહેરાતનો પણ સમાવેશ થાય છે. જેના કારણે સાંસદોમાં ભારે ઉત્સાહ હતો.

ટેરિફમાં ઘટાડોઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય સામાન પરના ટેરિફ દરને તાત્કાલિક અસરથી ૨૫% થી ઘટાડીને ૧૮% કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ પગલાને પીએમ મોદી પ્રત્યેની મિત્રતા અને સન્માનનું પ્રતીક ગણાવ્યું છે.

રાજકીય સ્વીકૃતિઃ પીએમએ ટાંક્્યું કે દેશભરમાં ૫૦% થી વધુ નાના પક્ષો હવે એનડીએસાથે જોડાઈ રહ્યા છે, જે આપણી રાજકીય વિચારધારાની સ્વીકૃતિ દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.