સંતરામ મહારાજ ૧૯૫મો સમાધિ મહોત્સવઃ ૫૦૦ કિલો કોપરું અને ૨૦૦૦ કિલો સાકરના પ્રસાદની ઉછામણી
શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે બ્રહ્મલીન – અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ)નડિયાદ, જન સેવા એ જ પ્રભુ સેવા માં માનનાર વિશ્વપ્રસિદ્ધ, શ્રી સંતરામ સમાધિસ્થાન, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે. બ્રહ્મલીન – અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવ , ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
૧૮૮૭ માં પ્રાતઃ સ્મરણિય અવધૂત બ્રહ્મલીન શ્રી સંતરામ મહારાજે સંધ્યા કાળે જીવિત સમાધિ લીધી. તે વખતે તૈયાર રખાયેલા બે કોડીયા આપોઆપ પ્રજ્વલીત થયા. અને આ દ્રશ્ય જોઈ આકાશમાંથી , દેવોએ પુષ્પ વર્ષા કરી હતી.
તે પરંપરા મુજબ આજે ૧૯૫ માં સમાધિ મહોત્સવ નિમિત્તે , પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે સંધ્યાકાળે વર્ષ દરમિયાન થતી એકવાર ની મહા આરતી કરી ત્યારબાદ ૫૦૦ કિલો કોપરું અને ૨૦૦૦ કિલો સાકરના પ્રસાદની ઉછામણી કરી. ત્યારબાદ સમગ્ર સંતરામ પરિસર માં ૧૯૫ જેટલા સ્વયંસેવકો- એનઆરઆઇ સહિત એ પણ પ્રસાદની ઉછામણી કરી.
એ પ્રસાદ ઝીલવા …. નીચે પડેલો પ્રસાદ લુંટવા લાખોની સંખ્યામાં સમગ્ર જિલ્લો રાજ્યભરમાંથી ભારતમાંથી અને વિદેશ થી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મહા આરતીના દર્શન અને પ્રસાદ જીલી સૌએ જય મહારાજના જય ઘોષ સાથે, સમાધિ અને પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ લોક મેળો સંતરામ પરિસર, બાસુદીવાલા સ્કૂલ તથા ચેતક ગ્રાઉન્ડ એ ગ્રામ્ય કક્ષાએથી આવેલા ભક્તોએ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સવારે ૯ઃ૦૦ વાગ્યાથી ખેડા આણંદ જીલ્લો ઉપરાંત ગ્રામ્ય કક્ષાએથી ૧૯૦ જેટલી ભજન મંડળીઓ વચ્ચે સ્પર્ધા કરવામાં આવી છે. સમાધિ મહોત્સવ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર , જિલ્લા પોલીસ તથા નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શું ચારુ વ્યવસ્થા ચાર દિવસ દરમિયાન કરી છે. આ વર્ષે ગ્રામ્ય કક્ષાએથી અને બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ એસટી ની વ્યવસ્થા ,
આમ પ્રજાને તકલીફ ના પડે તે માટે પોલીસ ખાતા દ્વારા , સોશિયલ મીડિયા પર ક્યુ આર કોડ તથા ભારે વાહનો માટે શહેરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
