Western Times News

Gujarati News

અમદાવાદની વી.એસ હોસ્પિટલનું ૨૧૨ કરોડનું બજેટ મંજુર

(એજન્સી)અમદાવાદ,  મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફજી હોસ્પિટલનું વાર્ષિક બજેટ સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું. વર્ષ ૨૦૨૬- ૨૭નું સુધારા સાથેનું રૂ. ૨૧૨ કરોડનું બજેટ મંજુર થયું છે.

મેયર પ્રતિભા જૈન એ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં સામાન્ય ખર્ચ અંગે ૧૬૯૧૦.૦૦ લાખ તથા અસામાન્ય ખર્ચ અંગે રૂ.૪૩૭૭.૦૦ લાખમાંથી વી.એસ. હોસ્પિટલની આવક રૂ.૧૮૦.૦૦ લાખ બાદ કરતાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી રૂ. ૨૦૦.૦૦ લાખ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂ.૨૦૯૦૭.૦૦ લાખની ગ્રાંન્ટ મેળવવાનો અંદાજ મંજૂર કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૬-૨૭નું સુધારા સાથેનું રૂ.૨૧૨ કરોડનું બજેટ મંજુર થયું છે.

શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ, શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહમાં સુપર સ્પેશ્યાલીટીની સેવાઓ શરૂ કરવામાં આવેલ છે. જેનો લાભ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો વિનામુલ્યે મેળવે છે. આ વર્ષના ૨૦૭ કરોડના ડ્રાફ્‌ટ બજેટમાં રૂ.૫.૭૭ કરોડનો વધારો કરવામાં આવ્યું છે.

વી.એસ હોસ્પિટલમાં સુપર સ્પેશ્યલિટી સેવાઓ શરૂ કરવાનું આયોજન છે. ૧.૬૨ કરોડના ખર્ચે નવા આધુનિક સાધનો વસાવામાં આવશે. હોસ્પિટલમાં એકાઉન્ટ અને તમામ વિભાગ માટે રૂ. ૫૦ લાખના ખર્ચે ખરીદવાની જોગવાઈ કરવામાં આવી છે. હોસ્પિટલમાં દવાઓ ખરીદવા માટે રૂ. ૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ હોસ્પિટલના હેરિટેજ પ્રકારનું કામ રીટ્રો ફીટીંગ માટે ૨૫૦૦ લાખની ફાળવણી કરવામાં આવી છે.

શેઠ વા.સા.જન.હોસ્પિટલનું હેરીટેજ મકાન સને ૧૯૩૧ વર્ષમાં બાંધવામાં આવેલ. આમ આ હેરીટેજ પ્રકારનું મકાન આશરે ૯૦ વર્ષ જુનું છે. હાલમાં આ હેરીટેજ બિલ્ડીંગમાં નં.૧ થી ૬ કાર્યરત છે. આ મકાનનું આયુષ્ય લાંબા સમય સુધી ચાલે અને તે હેતુથી તેમાં સમગ્ર બિલ્ડીંગમાં રીપેરીંગ-રીનોવેશન કરવું જરૂરી છે.

જેમાં સમગ્ર બિલ્ડીંગના સ્ટ્રકચર રિટ્રોફીટીંગ તથા બ્રીક ચણતરનું વોલ સ્ટ્રેન્થનીંગ, આર.સી.સી. સ્લેબ, બીમ, લીન્ટલ, છજાનું રીપેરીંગ અને સ્ટ્રેન્થનીંગ કામ, ફ્‌લોરીંગનું નવેસરથી પ્લાસ્ટર અને રીસરફેસીંગ, સમગ્ર બિલ્ડીંગના ટેરેસ, ટોઇલેટ, બાથરૂમ રીપેરીંગ તથા રીટ્રોફીટીંગનું કામ, સમગ્ર બિલ્ડીંગના ડ્રેનેજ, સેનેટરી, પ્લમ્બીંગનું બ્રીકસ ચણતરના જોઇન્ટીંગ અને પોઇન્ટીંગ, ફોલ્સ સીલીંગ રીપેરીંગ અને નવી બનાવવાની કામગીરી, આર.સી.સી.ને લિફ્‌ટવેલ બનાવાનું

તથા નવી લિફ્‌ટ ઇન્સ્ટોલેશનની કામગીરી, સમગ્ર બિલ્ડીંગનું રંગરોગાનની કામગીરી કરવા માટે રૂ.૨૫૦૦ લાખની વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. બજેટ અંગે વિપક્ષનેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં રૂ.૧૮૬૬.૫૨ કરોડનું બજેટ મંજુર કરવા છતાં વી.એસ.હોસ્પિટલનું નવીનીકરણ કરવા સાથે મુળ રૂપમાં કાર્યવત કરવા બાબતે સત્તાધારી ભાજપ સદંતર નિષ્ફળ હોવાથી સત્તાધારી ભાજપને બજેટમાં સુધારા મુકવાનો કોઈ અધિકાર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.