Western Times News

Gujarati News

સોનાના ભાવ કેમ ભડકે બળે છે? નાણામંત્રીએ આપ્યું કારણ

પ્રતિકાત્મક

રોકાણકારો કરન્સી પરનો ભરોસો ગુમાવી રહ્યા હોવાથી સેફ હેવન તરફ વળ્યા -નાણામંત્રીએ જણાવ્યું છે કે સોનાના ભાવમાં અસ્થિરતા માટે વૈશ્વિક અનિશ્ચિતતા સૌથી મોટું જવાબદાર પરિબળ

નવી દિલ્હી,  છેલ્લા થોડા દિવસોથી સોનાના ભાવમાં સાપસીડીની રમત ચાલી રહી છે. ક્્યારેક ભાવ આસમાને પહોંચે છે તો ક્્યારેક ધડામ દઈને નીચે પટકાય છે. આ અસ્થિરતાના કારણે સામાન્ય ખરીદદારો અને રોકાણકારો ભારે મૂંઝવણમાં મુકાયા છે. આખરે સોનાના બજારમાં શું ચાલી રહ્યું છે? આ અંગે હવે ખુદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણેમૌન તોડ્યું છે અને બજારની આ ઉથલપાથલ પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું છે.

નાણામંત્રીએ બજારની આ સ્થિતિ પાછળનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે સોનાના ભાવમાં અસ્થિરતા માટે વૈશ્વિક અનિશ્ચિતતા સૌથી મોટું જવાબદાર પરિબળ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સતત બદલાતી ભૌગોલિક અને આર્થિક સ્થિતિને કારણે રોકાણકારોનો વિવિધ દેશોની કરન્સી એટલે કે ચલણ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, જેની સીધી અસર સોનાના ભાવ પર પડી રહી છે.

જ્યારે કાગળનું ચલણ જોખમી લાગે છે, ત્યારે રોકાણકારો સોનાને સેફ હેવન એટલે કે સુરક્ષિત રોકાણ માનીને તેમાં મોટાપાયે નાણાં રોકે છે. આનાથી અચાનક માંગ વધે છે અને ભાવ ઉછળે છે. ત્યારબાદ જ્યારે નફો મેળવવા માટે પ્રોફિટ બુકિંગ થાય છે ત્યારે ભાવ ફરી તૂટે છે. આ સાયકલને કારણે સામાન્ય ગ્રાહક ભાવની વધઘટમાં અટવાઈ જાય છે.

સ્થાનિક બજારની વાત કરીએ તો, છેલ્લા પાંચ દિવસમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આંકડા મુજબ, ૨૯ જાન્યુઆરી ના રોજ જે સોનાનો ભાવ રૂ.૧.૭૦ લાખ(પ્રતિ ૧૦ ગ્રામ) ની ઉપર હતો, તે ઘટીને હવે રૂ.૧.૪૦ લાખ ની આસપાસ આવી ગયો છે. એટલે કે માત્ર પાંચ જ દિવસમાં સોનામાં ૧૩% થી વધુનું જંગી ગાબડું પડ્યું છે.

જે લોકોએ ઊંચા ભાવે રોકાણ કર્યું હતું તેમના માટે આ ચિંતાનો વિષય છે, પરંતુ જેમણે લગ્ન પ્રસંગ માટે ખરીદી કરવાની બાકી હતી, તેમને થોડી રાહત મળી છે. સ્ઝ્રઠ ડેટા મુજબ સોમવારે પણ ભાવમાં ?૨૮૦ નો ઘટાડો જોવા મળ્યો હતો, જે સૂચવે છે કે બજાર હજુ પણ દબાણમાં છે.

આ ઉપરાંત, બજેટમાં ડેરિવેટિવ્ઝ માર્કેટમાં સિક્્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારવા અંગે પણ નાણામંત્રીએ સ્પષ્ટતા કરી હતી. તેમનો હેતુ અજાણ્યા અને નાના રોકાણકારોને જુગાર જેવા વેપાર એટલે કે સ્પેક્્યુલેટિવ ટ્રેડિંગથી બચાવવાનો છે. સરકાર નથી ઇચ્છતી કે નાના રોકાણકારો જોખમી ટ્રેડિંગમાં ફસાઈને મોટું આર્થિક નુકસાન વેઠે.

નાણામંત્રીના નિવેદન પરથી સ્પષ્ટ છે કે જ્યાં સુધી વૈશ્વિક સ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી સોનાના ભાવમાં વધઘટ ચાલુ રહેશે. તેથી, નિષ્ણાતો સામાન્ય ગ્રાહકોને હાલ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવવાની અને ઉતાવળ ન કરવાની સલાહ આપી રહ્યા છે. સરકારનું ફોકસ લાંબા ગાળાના રોકાણ અને રોજગારી સર્જન પર કેન્દ્રિત રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.