નહેરુનગરથી શીવરંજનીથી રામદેવનગરથી ઈસ્કોન બ્રીજ સુધી એલીવેટેડ કોરીડોર બનશે
પ્રતિકાત્મક
મ્યુનિ. કમિશનરે રૂ.૧૭૦૧૮ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કર્યું: બે એલિવેટેડ કોરીડોરની જાહેરાત
ર૦રપ-ર૬ના બજેટમાં રૂ.૩ હજાર કરોડનો વધારો ઃ કરવેરા મુકત બજેટ
– સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ- ૪ (કુલ ૩૧૫ એમ.એલ.ડી.)
– પશ્ચિમ ઝોનમાં મોટેરા ખાતે ૫૦ એમ.એલ.ડી. એસ.ટી.પી.
– રામોલ-હાથીજણ વોર્ડમાં ૨૫૦ એમ.એલ.ડી. એસ.ટી.પી.
– ઉત્તર પશ્ચિમ ઝોનના ઘુમા તળાવ ખાતે ૧૦ એમ.એલ.ડી. મીની એસ.ટી.પી.
– દક્ષિણ પશ્ચિમ ઝોનના ઓકાફ તળાવ ખાતે ૦૫ એમ.એલ.ડી. મીની એસ.ટી.પી.
એલિવેટેડ કોરીડોર
– બોપલ એસ.પી. રીંગ રોડ થી ઘુમા સુધી એલીવેટેડ કોરીડોર
રેલ્વે ઓવર બ્રીજ (ફાટક મુક્ત અભિયાન અંતર્ગત)
– ગેરતપુર સ્ટેશન પાસે એલ.સી. ૩૦૦ ફોર-લેન
– વટવા વિંઝોલ એલ.સી. ૩૦૦ ફોર-લેન
– પુનીતનગર એલ.સી. ૩૦પ ટુ-લેન
– પુનીતનગર એલ.સી. ૩૦૭ ટુ-લેન
– મણીનગર એલ.સી. ૩૦૮ થ્રી લેન
– એલ.સી. ર૮ સરખેજ
ફલાય ઓવર
• મેમ્કો જંકશન • ભક્તિ સર્કલ કઠવાડા જંકશન ઔડા રીંગ રોડ એક્રોસ • સીલ્વર સ્ટાર જંકશન પર
સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર
• સ્પોર્ટસ કોમ્પલેક્ષ-૦૬ તથા મીની સ્પોર્ટસ કોમ્પલેક્ષ-૦પ • કોમનવેલ્થ એડિનેસ કોલ • જીમ્નેશીયમ-૦પ • સ્વીમીંગ પુલ-૦૩ • પ્લેગ્રાઉન્ડ- ૩પ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૬- ૨૭નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિ. કમિશનરે નાણાંકિય વર્ષ ર૦રપ-ર૬ના ડ્રાફટ બજેટમાં રૂપિયા ૧૪ હજાર કરોડના બજેટ સામે નવા નાણાંકિય વર્ષમાં રૂ. ૧૭૦૧૮ કરોડનું બજેટ રજુ કર્યું છે.
ર૦ર૬-ર૭ના બજેટમાં સ્પોટ્ર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે ૬ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ અને ૫ મિનિ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. બોપલ રીંગરોડ થી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
નવા નાણાકીય વર્ષમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહિલાઓ માટે નવા ૨૫ જેટલા પિંક ટોયલેટની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં ૧૧ અને પૂર્વ વિસ્તારમાં ૧૪ જેટલા પિંક ટોયલેટ બનાવવામાં આવશે. જોધપુર વિસ્તારમાં મહિલા જીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ૫ ઘોડિયા ઘર બનાવવામાં આવશે. ના બાળકો માટે ૫૦ માર્ક્સ આંગણવાડી અને નવી ૧૦૦ આંગણવાડી પણ બનાવવામાં આવનાર છે.
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સીટી તરીકેની ઓળખ ધરાવે છે ત્યારે હેરિટેજ માટે રૂ . ૪૯ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હેરિટેજ પોળ અને ગેટ રીસ્ટોરેશન માટે ૧૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખાડિયા વોર્ડમાં આવતી સાંકડી શેરીને ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે. સર્વ વિસ્તારમાં દાદા હરિની વાવ અને માત્ર ભવાનીની વાવની આસપાસના વિસ્તારને પણ ૧૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. ૪.૫પ૦ કરોડના ખર્ચે પ્રેમ દરવાજાને દરીયાપુર દરવાજા વિસ્તારમાં પ્રીસીન્ટ અને જંકશન ડેવલોપમેન્ટ કરાશે. ખાન જહાન અને ચાંદ શહીદ ફોર્ટ વોલગેટનું ૨.૫૦ કરોડ પણ રીસ્ટોરેશન થશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ રજૂ કરતા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે કોમનવેલ્થ ૨૦૩૦ અમદાવાદને મળ્યા બાદ સૌપ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આગામી કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખી બજેટ મૂકવામાં આવ્યું છે જેમાં રોડ, પાણી, ડ્રેનેજ, આરોગ્ય, ફાયર વગેરેની સુવિધાઓને ધ્યાનમાં લેવામાં આવી છે. વરસાદી પાણી, રોડ અને ગટર સુવિધાઓમાં ક્યાં ખામી જોવા મળે છે તેને ધ્યાનમાં રાખીને બજેટ માં જોગવાઈઓ કરવામાં આવી છે.
આગામી કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને ભવિષ્યના ડેવલોપમેન્ટ માટે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેર જ્યારે એક કરોડની વસ્તી સુધી પહોંચી ગયું છે ત્યારે શહેરમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા ગત વર્ષે ૧૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જોકે ચાલુ વર્ષે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે સીધા ૧૩૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી દેવામાં આવી છે.
બજેટમાં ૧૦૦ કરોડથી વધુની ટ્રાફિક માટે ફાળવણી કરવામાં આવતા ટ્રાફિક પર વધુ ભાર મુકાયો છે. ખાસ કરીને સ્પોટ્ર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. કોમનવેલ્થ ૨૦૩૦ ને ધ્યાનમાં રાખીને શહેરના યુવાઓ અને ખેલાડીઓનો વિકાસ થાય તેના માટે કામગીરી કરવામાં આવશે. ૩૦૦ કરોડની આસપાસના ખર્ચે સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ, મિનિ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ, જીમનેશિયમ, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ, બેડમિન્ટન કોર્ટ અને સ્કેટિંગ રિંગ બનાવવામાં આવશે.
ખાસ કરીને કોમનવેલ્થની ગેમ્સ માટે મોટેરા ખાતે જીફઁ એન્કલેવ બનવાનું છે ત્યારે સૌથી નજીકમાં ચાંદખેડા વિસ્તારમાં દરેક સ્પોટ્ર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા નો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ૧૦૦ કરોડના ૫ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ, ૫ મિનિ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ, ૫ જિમ્નેશિયમ, ૩૫ પ્લે ગ્રાઉન્ડ, ત્રણ સ્વિમિંગ પૂલ અને એક ક્રિકેટ બોક્સ બનાવવામાં આવશે.
વરસાદી પાણીના નિકાલ માટે પણ નવા વર્ષે ખાસ જોગવાઈ કરવામાં આવી છે ફલર્ડ ફ્રી સીટી બનાવવા માટે વોટર હાર્વેસ્ટિંગ અને ઊંડા પરકોલેરેશન વેલ બનાવવામાં આવશે. તળાવને પણ વિકાસ કરવામાં આવશે જેમ તેમજ ખંભાતી કુવા પણ બનાવવામાં આવશે.
ગ્રીન અમદાવાદ બનાવવા પાછળ અલગ અલગ બગીચાઓને પણ રી ડેવલોપમેન્ટ કરવા માં આવનાર છે. નેટ ઝીરો ને રિન્યુઅલ એનર્જી માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. નેટ ઝીરો તરફ અગ્રેસર થવા માટે સોલાર સિસ્ટમ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે જેમાં વાર્ષિક ૧૯૯ મિલિયન યુનિટ એનર્જી ઉત્પાદન થશે જેનાથી કાર્બન ફૂટ પ્રિન્ટમાં ઘટાડો થશે.
