Western Times News

Gujarati News

ભિલોડાના મ્યૂલ બેન્ક એકાઉન્ટ ફ્રોડ : રૂ.૨૪ લાખના મુદ્દામાલ સાથે અમદાવાદથી બે ઝબ્બે

અરવલ્લી સાયબર સેલ દ્વારા અમદાવાદમાં દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી

બંન્ને શખ્સ ફ્રોડની રકમમાંથી દુકાન ખરીદવાની ફિરાકમાં હતા તે અરસામાં પોલીસે બંનેને ઝડપી લીધા હતા

મોડાસા, ભિલોડા તાલુકાના રીંટોડાના મ્યુલ ખાતાધારકોને લલચાવી એકાઉન્ટ મેળવી તેમના મળતિયા મારફતે સાયબર ળોડના નાણાં રૂ.૧.૮૦કરોડ ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમનો ગુનો કરતી ગેન્ગને અરવલ્લી સાયબર પોલીસે અમદાવાદના નિકોલ ખાતેથી ઝડપી પાડી કુલ રૂ..૨૪.૯૫ લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યાે હતો.

ભારતની સાયબર ક્રાઇમ સબંધિત ફરિયાદોમાં સાયબર ફ્રોડ દ્વારા પ્રાપ્ત થયેલ નાણાંમાંથી ગુજરાત રાજ્યના આવેલા નાણાં બાબતે સંડોવાયેલા શકદારોને ઓળખી તેમની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવતાં અરવલ્લી જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ્‌સની પ્રાપ્ત થયેલી માહિતીના આધારે એસ.બી.આઈ.ના એકાઉન્ટમાં કર્ણાટકના બિડાર જિલ્લાના મુડબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ફ્રોડનું રૂ. ૨૦૦૦નું ફર્સ્ટ લેયરમાં ટ્રાન્જેક્શન થયું હોઇ બેન્ક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, AOF, KYCની માહિતી મંગાવતાં આ બેન્ક એકાઉન્ટના ધારક કમલેશભાઈ બેચરભાઈ ખરાડી (રહે. રિંટોડા. તા. ભિલોડા)નું હોવાનું જાણવા મળ્યું હતું.

તપાસ દરમિયાન આ બેન્ક એકાઉન્ટ સુભાષ જૈનને આપ્યું હોવાનું જણાતાં ગત ૨૯ જાન્યુઆરીએ પી.એસ.આઈ. આઈ.એસ. રબારી તથા સ્ટાફે અમદાવાદ તપાસ કરતાં ફોટા પરથી જાણવા મળ્યું હતું કે, સુભાષ જૈનનો ફોટો છે તેનું નામ દિનેશ હરિરામ માળી છે. બીજો ફોટો વેરિફાઈ કરાવાતાં તે તેનો ભાઈ ભિખાભાઈ હરિરામ માળી હોવાનું જણાયું હતું. તે વખતે એડ્રેસ ન મળતાં પોલીસ સ્ટાફ મોડાસા પરત આવી ગયો હતો. દરમિયાન એક ફેબ્›આરીએ માહિતી મળતાં અમદાવાદના નિકોલ ખાતેની મહેશનગર સોસાયટીના બી ૫૦/૦૨માં જઈ ઘરની તપાસ કરી હતી.

જ્યાંથી શુભાષ જૈન ઉર્ફે દિનેશ હરિરામ માળી (મૂળ રહે. સંચોર, રાજસ્થાન, હાલ રહે. મહેશનગર, અમદાવાદ) અને મહેન્દ્ર મલ્લારામ દેવાસી (મૂળ રહે. સાંચોર, હાલ રહે. મહેશનગર, અમદાવાદ)ને રૂપિયા ગણવાનું મશીન, લેપટોપ, પ્રન્ટર, પીઓએસ મશીન, ૩૧ મોબાઇલ, ૪ સીમ કાર્ડ, ૨૧ ચેકબુક, એક પાસબુક, ૧૦૦ ગ્રામ તથા ૫૦ ગ્રામ ચાંદીના બે બિસ્કિટ તથા રોકડ રકમ મળી કુલ ૨૪,૯૫,૦૦૫નો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો.

જ્યારે આ કેસમાં ભાવેશ ઉર્ફે ભિખાભાઈ હરિરામ માળી (મૂળ. રહે. સાંચોર, હાલ રહે. મહેશનગર, અમદાવાદ)ને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. જ્યારે ઝડપાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં સાત દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. ઉલ્લેખનીય છે કે, આ ળોડની રકમમાંથી દુકાન ખરીદવાની ફિરાકમાં હતા તે અરસામાં પોલીસે બંનેને ઝડપી લીધા હતા. આ લોકો નાના મજૂર વર્ગને ટાર્ગેટ બનાવીને પૈસાની લાલચ આપી એકાઉન્ટ ભાડે રાખી ળોડ કરતા હતા, આ મ્યુલ બેન્ક એકાઉન્ટ અંગે અરવલ્લી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.