Western Times News

Gujarati News

સાણંદમાં દારૂ-હુક્કા પાર્ટી પર પોલીસે પાડ્યા દરોડા

Files Photo

૮૦ નબીરાઓ ઝડપાયા

દારૂની મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને ધનાઢ્ય પરિવારના યુવક-યુવતીઓ, તમામને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા

અમદાવાદ,સાણંદ પોલીસે બાતમીના આધારે દારૂની મહેફિલ પર રેડ પાડી હતી. જેમાં ૮૦ જેટલા યુવક-યુવતી ઝડપાયા હતા. તમામને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા.સાણંદના ગોરસ સિમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન વિકેન્ડ હોમમાં એક પ્રાઈવેટ બંગલોમાં એનિવર્સરીની પાર્ટીમાં દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું. જે અંગે બાતમી મળી હતી. જે બાદ બોપલ પોલીસની ટીમે રેઇડ કરીને ૮૦ જેટલા યુવક અને યુવતીની ધરપકડ કરી હતી.

અહીં ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૧ જેટલા ટેબલ પર પર કેક, હુક્કો અને દારૂ પીરસવામાં આવ્યો હતો.પોલીસે રેઇડ કરતા જ મહેફિલમાં ભંગ પડ્યો હતો અને ત્યાં હાજર યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ ૮૦ જેટલા યુવક યુવતીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા. દારૂની મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને ધનાઢ્ય પરિવારના યુવક-યુવતીઓ છે.અમદાવાદમાં ઉત્તરાયણની આડમાં ચાલતી દારુ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો.

પંચવટી વિસ્તારમાં આવેલા ‘સેન્ટેરિયલ વિસ્ટા’ના ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસ પહોંચતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી ૪ યુવતી અને ૧૭ યુવકો સહિત ૨૧ લોકો ઝડપાયા હતા. ઉપરાંત ધાબા પર દારૂની બોટલ, બાઈટીંગ અને વિવિધ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા.વડોદરા શહેરના પોશ વિસ્તાર અલકાપુરીમાં આવેલી એક બિલ્ડિંગના ધાબા પર થોડા દિવસ પહેલા મોડી રાત્રે ચાલી રહેલી દારૂની પાર્ટી પર અકોટા પોલીસે અચાનક રેડ કરી હતી.

પોલીસને જોઈને પાર્ટી માણી રહેલા નબીરાઓનો નશો પણ ઉતરી ગયો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કુલ ૮ નબીરાઓને ઝડપી લઈને દારૂની બોટલ, ચાખનાનો સામાન તેમજ દારૂ ભરેલા પ્લાસ્ટિકના ગ્લાસ કબ્જે કર્યા હતા.આ ઉપરાંત વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તાજેતરમાં ગેરકાયદે રીતે દારૂની મહેફિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં ૩ લોકો વિદેશી દારૂની બોટલો સાથે એક રૂમમાં પાર્ટી કરતા હતા અને બોલિવૂડ સોંગ પર ઠૂમકા લગાવતા જોવા મળ્યા હતા.

ગુજરાતમાં કડક દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં આવી બેફામ નશાખોરીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. વીડિયોની જાણ થતાં જ ગોત્રી પોલીસે વીડિયોમાં દેખાયેલી વ્યક્તિઓની ઓળખ કરી હતી અને ગણતરીના કલાકોમાં ૩ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.