Western Times News

Gujarati News

તાપસી અને અનુભવ સિંહા ફરી એક વખત સાથે મજબુત ફિલ્મ લાવશે

ફિલ્મમાં કની કુસરુતી, મહંમદ ઝીશાન અય્યુબ, રેવતી, કુમુદ મિશ્રા, અને નસીરુદ્દીન શાહ પણ મહત્વનાં રોલમાં

તાપસી પન્નુ ‘અસ્સી’માં બળાત્કારનો કેસ લડતી વકીલની ભૂમિકામાં જોવા મળશે

મુંબઈ, તાપસી પન્નુની આવનારી ફિલ્મ ‘અસ્સી’નું ઓફિશિયલ ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તાપસી ફરી એકવાર ડિરેક્ટર અનુભવ સિંહા સાથે કામ કર્યું છે. આ પહેલાં બંનેએ ‘મુલ્ક’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ વખતે તાપસી એક એવી વકીલની ભૂમિકા ભજવે છે, જે એક અત્યંત નિર્દય બળાત્કારની ઘટનામો કેસ લડે છે અને પીડિતાને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરે છે.

ટ્રેલર અત્યંત કડક, અસરકારક અને ઝંઝોડ નાખે એવું છે.ફિલ્મમાં કની કુસરુતી, મહંમદ ઝીશાન અય્યુબ, રેવતી, કુમુદ મિશ્રા, મનોજ પહવા, સુપ્રિયા પાઠક કપૂર અને નસીરુદ્દીન શાહ પણ મહત્વનાં રોલમાં છે. ટ્રેલરની શરૂઆત જ એક અસ્વસ્થ કરી દે તેવી નોંધ સાથે થાય છે, જ્યાં તાપસી પન્નુ એક એવો ભયાનક બળાત્કાર કેસ માટે લડવા આગળ આવે છે, જે સમગ્ર દેશભરમાં હેડલાઇન્સ બને છે. વકીલ તરીકે તેની લડાઈ તો હજી શરૂ જ થઈ છે, પરંતુ તે અવિરત છે અને ન્યાય મેળવવાના પોતાના મિશનમાં ઝુકવા તૈયાર નથી.

કની કુસરુતી અને મહંમદ ઝીશાન અય્યુબ એક દંપતીની ભૂમિકા ભજવે છે, એક યુવતી પર કારમાં કેટલાક પુરુષો દ્વારા બળાત્કાર કરવામાં આવે છે અને પછી તેને રેલવે ટ્રેક પાસે ફેંકી દેવામાં આવે છે ત્યારે તેમનું તૂટી પડે છે. ટ્રેલરમાં કેસની તપાસ અને કોર્ટરૂમમાં ચાલતી સુનાવણીની ઝલક પણ જોવા મળે છે. એક દ્રશ્યમાં તાપસીના ચહેરા પર શાહી ભરેલી બોટલ ફેંકવામાં આવે છે, છતાં તે કોર્ટમાં હાજર રહે છે અને પોતાની લડત ચાલુ રાખે છે. તાપસી પન્નુએ કહ્યું, “મને લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે આવી કહાનીઓને મે રજૂ કરવી જોઈએ. આવી ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે; તે આપણી આસપાસ જ બની રહી છે અને વધતી જાય છે.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.