Western Times News

Gujarati News

જેક્લિને કાશીને કલ્પનાથી પણ સુંદર અને શાંત ગણાવ્યું

સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક ઝલક શેર કરતા જૅક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જોવા મળી હતી

જૅક્લિન ફર્નાન્ડિસે વારાણસી પ્રવાસ દરમિયાન ચાટ ખાવાની ઈચ્છા પૂરી કરી

મુંબઈ,અભિનેત્રી જૅક્લિન ફર્નાન્ડિસે તાજેતરમાં કામમાંથી થોડો સમય કાઢીને પવિત્ર શહેર વારાણસીની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન જૅક્લિને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો.સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક ઝલક શેર કરતા જૅક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જોવા મળી હતી. બ્લશ-પિંક રંગના સલવાર-સૂટ સાથે હળવા મેકઅપમાં જૅક્લિન ફોટોમાં પાઉટ કરતી જોવા મળે છે.

આ તસવીરને તેણે “વારાણસી” લખી અને તેની સાથે સફેદ દિલનું ઇમોજી મૂક્યું હતું.તેનાં કપાળ પર ચંદનનું તિલક પણ દેખાય છે, જે મંદિર મુલાકાત તરફ ઈશારો કરે છે. જૅક્લિને કયા મંદિરે પ્રાર્થના કરી તે સ્પષ્ટ નથી, પરંતુ વારાણસી પ્રવાસીઓ માટે જાણીતું સ્થળ છે, જ્યાં લોકો પ્રખ્યાત ગંગા આરતીમાં હાજરી આપે છે અને ભગવાન શિવના આશીર્વાદ લે છે. આ ધાર્મિક પ્રવાસ દરમિયાન જૅક્લિને પોતાની ચાટ ખાવાની ઇચ્છા પણ પુરી કરી હતી. પોસ્ટમાં બીજી તસવીર જૅક્લિનની હતી, જેમાં તે પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ ‘આલૂ ટિક્કી’ની ડિશ હાથમાં લઈને જોવા મળી હતી.

જૅક્લિનના કામની વાત કરીએ તો, તે હવે લોકપ્રિય ‘વેલકમ’ ળેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે. અહેમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી આ કોમેડી ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, જોની લીવર, રાજપાલ યાદવ, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તળપદે, આફતાબ શિવદાસાની, જેકી શ્રોફ, દલેર મહેંદી, મિકા સિંહ, રવીના ટંડન, લારા દત્તા અને દિશા પટ્ટણી સહિત અનેક કલાકારોની મોટી કાસ્ટ છે.

આ ફિલ્મ પહેલા ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ આ વર્ષના જૂન મહિનામાં આવવાની શક્યતા છે.તેણે મીડિયા સાથે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું, “કાશી મારી કલ્પનાથી પણ શાંત અને સુંદર છે. અહીંની આદ્યાત્મિક ઉર્જા તમને શાંતિથી ફરી દે છે.’ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.