યુવતી પર બળાત્કારના કેસમાં પિતા જ આરોપી હોવાનો ખુલાસો
Files Photo
મુંબઈમાં મૂક-બધીર યુવતીની આસપાસ રહેતા ૧૭ લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં તેના પિતાનો DNA મેળ ખાતો હોવાનું બહાર આવ્યું
મુંબઈ, મુંબઈના કફ પરેડ વિસ્તારમાં એક ૨૦ વર્ષની મૂક-બધિર યુવતી પર બળાત્કારના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની આસપાસ રહેતા ૧૭ લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં તેના પિતાનો DNA મેળ ખાતો હોવાનું બહાર આવ્યું છે, અર્થાત આ યુવતી ઉપર બળાત્કાર તેના પિતાએ જ કર્યાે હોવાનું મનાય છે.આ કેસ સપ્ટેમ્બર ૨૦૨૫માં સામે આવ્યો હતો, જ્યારે યુવતીએ પોતાની દાદીને પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી.
ઇશારાઓ દ્વારા તેણે પેટમાં કંઈક વિચિત્ર ગરબડ અનુભવાતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેને મુંબઈની કામા એન્ડ અલ્બલેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે તે પાંચ મહિનાની ગર્ભવતી હતી.હોસ્પિટલના મેનેજમેન્ટે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે જણાવ્યું કે પીડિતાનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. જોકે, તેના ભ્રૂણના DNA સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા.
ગત ૨૭ જાન્યુઆરીએ ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો. રિપોર્ટમાં પિતાના DNA અને ભ્‰ણમાંથી લેવાયેલા સેમ્પલ વચ્ચે મેળ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ ૩ ફેબ્›આરીએ પોલીસે પિતાની ધરપકડ કરી હતી. બળાત્કારની ઘટનાઓ માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૫ વચ્ચે બની હતી. આ મામલે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ઔપચારિક કેસ નોંધવામાં આવ્યો હતો. યુવતી બોલી અને સાંભળી ન શકતી હોવાને કારણે નિવેદન નોંધવામાં મુશ્કેલી પડી હતી.
પોલીસે તેના પિતાની પૂછપરછ કરી હતી, પરંતુ તેમણે કોઈપણ પ્રકારના યૌન શોષણથી ઇનકાર કર્યાે હતો, પરંતુ પિતા પોતાની દીકરીની ગર્ભાવસ્થાને લઈને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. તેમણે FIR નોંધાવવા પણ ઇનકાર કર્યાે હતો. કાઉન્સેલિંગ બાદ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તે પિતા અથવા અન્ય કોઈ આરોપીનું નામ જણાવી શકતી નહોતી.ss1
