Western Times News

Gujarati News

શાહરુખ ફરાહ ખાનની ‘મેં હું ના ૨’માં ડબલ રોલ કરશે

ફરાહ અને શાહરુખ ૧૨ વર્ષ પછી ફરી એક વાર સાથે આવશે

આ પહેલાં શાહરૂખે ૨૦૦૭માં ‘ઓમ શાંતિ ઓમ’ અને ૨૦૧૪માં ‘હેપ્પી ન્યુ યર’માં ફરાહખાન સાથે કામ કર્યું હતું

મુંબઈ, હાલ તો શાહરુખ ખાનની ‘કિંગ’ની ચર્ચાઓ અને તેની રીલિઝની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે શાહરુખ આ ફિલ્મની રિલીઝ પછી ફરાહ ખાન સાથે ફરી એક વખત કામ કરવા જઈ રહ્યો છે. એવા અહેવાલ છે કે શાહરુખ અને ફરાહ ખાન હવે ‘મેં હું ના ૨’ પર કામ શરૂ કરી રહ્યાં છે.આ ફિલ્મ માટે શાહરુખ અને ફરાહ ૧૨ વર્ષે એકબીજા સાથે કામ કરશે, આ પહેલાં તેમણે ૨૦૦૭માં ‘ઓમ શાંતિ ઓમ’ અને ૨૦૧૪માં ‘હેપ્પી ન્યુ યર’માં છેલ્લે સાથે કામ કર્યું હતું. આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી હતી.

હવે નવી ફિલ્મ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ફરાહ ખાન આ વખતે ડબલ રોલ કોન્સેપ્ટ સાથે કામ કરશે. સુત્રએ જણાવ્યું, “ફરાહ ખાનને શાહરુખ ખાન માટે એક સારો ડબલ રોલ વિષય મળી ગયો છે, જેને લઇને શાહરુખ પણ ઉત્સાહમાં છે. જેનાથી આ સિક્વલ વધુ ઇમોશનલ અને વધુ મજાની બનશે, આ સિક્વલમાં શાહરુખ બે બિલકુલ વિરોધાભાસી રોલમાં જોવા મળશે.”એટલું જ નહીં, આ સિક્વલમાં પહેલાં જેટલી જ ઇમોશનલ સ્ટોરી હશે, જોકે, ફિલ્મનો સ્કેલ પહેલાં કરતાં ઘણો મોટો હશે. આ વખતે પણ કોમેડી અને દેશભક્તિના મિશ્રણ સાથે દેશ સામે વધુ મોટો ખતરો ઉભો થશે, આ જ રીતની ફિલ્મ ૨૦૦૪માં ‘મેં હું ના’ પણ હતી.

આટલું જ નહીં, આ ફિલ્મમાં પહેલી ફિલ્મની કાસ્ટ પણ ફરી એક વાર જોવા મળશે.આ ફિલ્મનો સ્ક્રીનપ્લે આકાશ કૌશિક દ્વારા લખવામાં આવી રહ્યો છે, જેના કેન્દ્રમાં શાહરુખ ખાન હશે. જુની કાસ્ટને ફરી સાથે લાવવા ઉપરાંત આ ફિલ્મ માટે ટીમ નવા ચહેરાઓને લાવવા પણ વિચારી રહી છે. જેથી ફિલ્મની જની યાદો તાજી પણ થાય અને તેની અપીલને વધારી પણ શકાય.જોકે, આ ફિલ્મ ક્યારે શરૂ થશે અને હાલ કયા તબક્કે છે તે અંગે કોઈ માહિતી જાહેર થઈ નથી. એવા અહેવાલ છે કે પહેલા શાહરુખ ખાન કિંગનું શૂટિંગ પૂરું કરશે પછી તે ફરાહની આખી વાર્તા સાંભળશે.

કિંગનું શૂટ મે ૨૦૨૬ સુધીમાં પુરૂં થશે. વાર્તા સાંભળ્યા પછી શાહરુખ નક્કી કરશે કે , મેં હું ના ૨ કરવી કે નહીં. હિન્દી સિનેમાના ફૅન્સના મનમાં આ ફિલ્મનું યાદગાર સ્થાન છે. તેથી મેકર્સ સિક્વલ બનાવવા અંગે ઘણા ગંભીર છે. મૂળ ફિલ્મમાં એક્શન, ડ્રામા અને હળવી ક્ષણોનું મિશ્રણ હતું, તેથી સિક્વલ સામે ઘણી વધુ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. હાલના અહેવાલો મુજબ તો ફિલ્મની પ્રક્રિયા બિલકુલ પ્રાથમિક તબક્કામાં જ છે, સક્રિયપણે પ્રોડક્શનનું કામ શરૂ થયું નથી. પરંતુ શાહરુખ અને ફરાહ ફરી સાથે કામ કરવાના મૂડમાં છે અને તેઓ આ ફિલ્મ પર કામ કરવા માગે છે, તેવા મજબુત સંકેત જરૂર મળી રહ્યા છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.