Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચે પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા થઈ

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આયર્લેન્ડના ભારત ખાતેના રાજદૂત શ્રી કેવિન કેલિએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. ગુજરાતની તેમની આ પ્રથમ મુલાકાતમાં તેમણે ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક સમાનતાઓ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ગુજરાત અને આયર્લેન્ડ બંને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે અને સાંસ્કૃતિક વિરાસતને મહત્વ આપે છે.

ડબલીનમાં ભારતીય દૂતાવાસે બે વર્ષ પહેલાં યોજેલી સ્ટેટ કલ્ચરલ ઇવેન્ટ સિરીઝમાં ગુજરાત પર ફોકસ કરવામાં આવ્યું હતું તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચે પરસ્પર હિતના ક્ષેત્રો તરીકે એરક્રાફ્ટ લિઝિંગ, સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમ, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને એજ્યુકેશનમાં સહયોગ અંગે ચર્ચા-પરામર્શ કર્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આયર્લેન્ડ ડેલિગેશનને સહભાગી થવાનું આમંત્રણ પણ મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યું હતું, જેનો આયર્લેન્ડના રાજદૂતે સહર્ષ સ્વીકાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.