Western Times News

Gujarati News

૮૯ ભારતીય નાગરિકોના નામ ખૂંખાર ગુનેગારોની યાદીમાંઃ અમેરિકા DHS દ્વારા માહિતી વેબસાઈટ પર મૂકાઈ

વોશિંગ્‍ટન, અમેરિકાએ ગેરકાયદે ઇમિગ્રેશન અને ગુનાઓ સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવતા ૮૯ ભારતીય નાગરિકોના નામ ખૂંખાર ગુનેગારોની યાદીમાં ઉમેર્યા છે. આ યાદી અમેરિકાના ડિપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સિક્‍યુરિટી (DHS)દ્વારા એક નવી જાહેર વેબસાઇટ પર મુકવામાં આવી છે.

  • ગુનાઓના પ્રકાર: જાતીય હુમલો, બળાત્કાર, ડ્રગ્સની હેરાફેરી, ચોરી, હિટ-એન્ડ-રન, દાણચોરી, છેતરપિંડી, લૂંટ, હુમલો, અપહરણ, મની લૉન્ડરિંગ, ઘરેલુ હિંસા અને એક હત્યા.
  • વેબસાઇટની સુવિધા: નામ, દેશ અથવા રાજ્ય દ્વારા સર્ચ કરવાની સુવિધા.
  • વિગતો: ગુનેગારોના નામ, ફોટોગ્રાફ્સ, રાષ્ટ્રીયતા અને ગુનાઓ જાહેર કરાયા છે.
  • હેતુ: અમેરિકન નાગરિકોને બતાવવાનો કે કયા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ધરપકડ કરી સમુદાયમાંથી દૂર કરવામાં આવ્યા છે.
  • પ્રાથમિકતા: હત્યા, જાતીય ગુનાઓ, ડ્રગ હેરાફેર અને હિંસક ગુનાઓમાં સંડોવાયેલા લોકોને યાદીમાં પહેલા સ્થાન આપવામાં આવ્યું છે.

જેમાં ગંભીર ગુનાઓમાં દોષિત ગેરકાયદે ઇમિગ્રન્‍ટ્‍સની વિગતો આપવામાં આવી હતી. આ યાદીમાં રહેલા ૮૯ ભારતીય નાગરિકો પર જાતીય હુમલો, બળાત્‍કાર, ડ્રગ્‍સની હેરાફેરી, ચોરી, હિટ-એન્‍ડ-રન, દાણચોરી, છેતરપિડી, લૂંટ, હુમલો, અપહરણ, મની લોન્‍ડરિગ, ઘરેલુ હિસા અને એક હત્‍યા સહિતના ગંભીર આરોપો છે.

આ બધા નામ એવા લોકોના છે જેમની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે અને દોષિત ઠેરવવામાં આવ્‍યા છે. વેબસાઇટમાં એક સર્ચ ફિલ્‍ટર પણ છે, જે યુઝર્સને નામ, દેશ અથવા રાજ્‍ય દ્વારા માહિતી શોધવામાં મદદ કરે છે. અમેરિકાના ન્‍યાય વિભાગ દ્વારા શરૂ કરાયેલ આ વેબસાઇટ પર ગુનેગારોના નામ, ફોટોગ્રાફસ, રાષ્ટ્રીયતા અને ગુનાઓ જાહેર કર્યા છે.

આ પહેલનો હેતુ અમેરિકન નાગરિકોને બતાવવાનો છે કે કયા ગુનેગાર ગેરકાયદે ઇમિગ્રન્‍ટ્‍સની ધરપકડ કરવામાં આવી છે અને તેમના સમુદાયોમાંથી દૂર કરવામાં આવ્‍યા છે. વેબસાઇટના પ્રારંભિક સંદેશમાં જણાવાયું છે કે ઇમિગ્રેશન અને કસ્‍ટમ્‍સ એન્‍ફોર્સમેન્‍ટ દ્વારા ધરપકડ કરાયેલા સૌથી ગંભીર ગુનેગારોને પ્રાથમિકતાના આધારે યાદીમાં ઉમેરવામાં આવ્‍યા છે.

જેમાં હત્‍યા, જાતીય ગુનાઓ, ડ્રગ હેરફેર અને હિંસક ગુનાઓમાં સંડોવાયેલા લોકોની યાદી પહેલા આપવામાં આવી છે. ઝણ્‍લ્‍ એ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ હ્‍ પર વેબસાઇટ વિશેની માહિતી પણ શેર કરી છે. જેમાં કહ્યું કે લોકો પોતે જોઈ શકે છે કે કયા ગુનેગારોને પકડવામાં આવ્‍યા છે, તેમણે કયા ગુના કર્યા છે અને તેમને કયા વિસ્‍તારોમાંથી દૂર કરવામાં આવ્‍યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.