Western Times News

Gujarati News

વિશાલા પાસેના શાસ્ત્રી બ્રિજને ૧૧ મહિના માટે બંધ કરવાની જાહેરાત

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદનો નારોલ-વિશાલાને જોડતા શાસ્ત્રી બ્રિજ પર હવે ભારે વાહનો પસાર નહિ થઇ શકે, ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. ૮ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ જાહેર કરાયો છે. બ્રિજના બેરિંગ અને પેડેસ્ટર જર્જરિત હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે.

અમદાવાદમાં હાલ સુભાષ બ્રિજના સમારકામની કામગીરી ચાલુ છે. ત્યારે હવે શાસ્ત્રીબ્રિજથી પિરાણા સુધીનો રસ્તો આગામી ૧૧ મહિના માટે બંધ રહેશે. જેમા વિશાલા સર્કલથી પિરાણા ચાર રસ્તા સુધીનો ચાર કિલોમીટરના રસ્તો પર ભારે, મÎયમ અને પેસેન્જર વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

વિશાલા સર્કલથી પિરાણા સર્કલ સુધીનો ચાર કિલોમીટરનો રસ્તો ભારે, મÎયમ અને પેસેન્જર વાહનો માટે બંધ રહેશે. બ્રીજના રેપિરિંગની કામગીરી આગામી ૧૧ મહિના સુધી ચાલશે.

આ બ્રીજ બંધ થતા વાહન ચાલકોએ ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે.જેમાં લાંભા જશોદાનગરથી આવતા આવતા વાહનોને પીરાણા જંકશનથી જમણી બાજુ ડમ્પીંગ સાઇટથી બહેરામપુરા થઇને આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તાથી વાસણા વિશાલા તરફ જઇ શકાશે. જ્યારે સરખેજ જુહાપુરાથી આવતા વાહન ચાલકોને અંજલી ચાર રસ્તાથી આંબેડકર બ્રિજ થઇ કેલીકો મિલથી પિરાણાના તરફ આવવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

બ્રિજ પર રાતના સમયે વાહનચાલકો પસાર ન થાય તે માટે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા સાથે સ્ટાફને બંદોબસ્તમાં મુકવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે અને નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે શક્્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. જો કે આ વૈકલ્પિ માર્ગ પર બ્રીજ બંધ થતાં ૧૧ મહિના સુધી ટ્રાફિક વધવાની શક્્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.