Western Times News

Gujarati News

એકતા કપૂર અને તુષાર કપૂરે હજુ સુધી કેમ નથી કર્યા લગ્ન ?

જીતેન્દ્રની પુત્રીએ પોતે જ જણાવ્યું કારણ

ટીવી ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પોતાની લગભગ ૩૦ વર્ષની કારકિર્દીમાં ઇન્ડસ્ટ્રીને એકથી ચઢિયાતી એક સીરિયલ્સ આપી છે

મુંબઈ, ટીવી ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પોતાની લગભગ ૩૦ વર્ષની કારકિર્દીમાં ઇન્ડસ્ટ્રીને એકથી ચઢિયાતી એક સીરિયલ્સ આપી છે. એકતા તેની સીરિયલ્સના કારણે તો લાઈમલાઈટમાં રહે જ છે, પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે પણ તે ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. એકતાના લગ્ન લોકો માટે સૌથી મોટો ‘ટોક ઓફ ધ ટાઉન’ વિષય રહ્યો છે, જોકે તેણે ક્યારેય આવા સવાલોને મહત્વ આપ્યું નથી.

તાજેતરમાં એકતા કપૂર ઉષા કાકડેના પોડકાસ્ટ ‘દ્ભર્હુહ ેંહાર્હુહ’ માં સામેલ થઈ હતી. આ દરમિયાન તેણે પોતાની કરિયરથી લઈને ટીવી શો અને કાસ્ટિંગ વિશે ખુલીને વાત કરી. આ જ પોડકાસ્ટમાં પહેલીવાર એકતાએ ખુલાસો કર્યાે કે તેણે અને તેના ભાઈ તુષારે આજ સુધી લગ્ન કેમ નથી કર્યા. એકતાએ જણાવ્યું કે લગ્ન કરતા કામમાં વ્યસ્ત રહેવું તેમને વધુ યોગ્ય લાગ્યું, તેથી બંને ભાઈ-બહેને લગ્ન કર્યા નથી.એકતાએ જણાવ્યું કે જ્યારે તે ૧૮ કે ૧૯ વર્ષની હતી ત્યારે તેના પિતા જિતેન્દ્રએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “કંઈક કામ કર, નહીંતર હું તારા લગ્ન કરાવી દઈશ.”

પપ્પાની આ જ વાત એકતા માટે પ્રેરણા બની ગઈ અને તેણે લગ્નથી બચવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું. એકતાએ કહ્યું, “તે સમયે હું મારી જિંદગીનો ભરપૂર આનંદ માણી રહી હતી. મારા મગજમાં બસ એ જ હતું કે મારે કામ કરવું છે અને કોઈ પણ સંબંધ કે બંધનમાં પડવું નથી.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.