Western Times News

Gujarati News

સુપરપાવર દેશોમાં ભારત સાથે હાથ મિલાવવા ચીન આતુર

(એજન્સી)બેઈજીંગ, ભારતની વિદેશ નીતિ માટે વર્ષ ૨૦૨૬ એક નવીન ઊર્જા લઈને આવ્યું છે. એક બાજુ, ભારતને સતત ધમકીઓ આપનારા ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર લાદેલા ટૅરિફ પાછા ખેંચવાની ફરજ પડી છે, તો બીજી બાજુ હિમાલયની સરહદેથી પણ શાંતિના પવન ફૂંકાઈ રહ્યા છે.

ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગના તાજેતરના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, બેઇજિંગ હવે ભારત સાથેના સંબંધોને દુશ્મનીના બદલે સહયોગની દૃષ્ટિએ જોવા મજબૂર થયું છે.

ચીની રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર જણાવ્યું કે, ચીન ભારત સાથે મળીને એ સંમતિ પર આગળ વધવા તૈયાર છે જ્યાં બંને દેશો એકબીજાના વિકાસમાં ભાગીદાર બને. વર્ષોના તણાવ અને કડવાશ બાદ ચીનનું આ વલણ સંબંધોમાં નરમાશનો સંકેત આપે છે.

આ આર્થિક રણનીતિઓનો હેતુ બંને દેશો વચ્ચેના વ્યાપારિક અને વ્યવહારિક સહયોગને ફરીથી મજબૂત બનાવી પરસ્પર લાભનો વ્યાપ વધારવાનો છે. ચીને બ્રિક્સની અધ્યક્ષતા માટે ભારતનું મજબૂત સમર્થન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી શક્તિને સ્વીકારવી એ ચીનની વ્યૂહાત્મક મજબૂરી છે. ચીની રાજદૂતે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને નાગરિક સંવાદ વધારવા પર પણ ભાર મૂક્્યો છે.

આર્થિક ભીંસઃ ચીન હાલ મંદીનો સામનો કરી રહ્યું છે. ભારત જેવા મોટા બજારને અવગણવું તેને આર્થિક રીતે ભારે પડી રહ્યું છે, જેના કારણે ચીની કંપનીઓને મોટું નુકસાન થયું છે.

અમેરિકા-ભારત નિકટતાઃ અમેરિકા સાથે ભારતની મજબૂત સંરક્ષણ અને વ્યાપારિક ભાગીદારીથી ચીનને ડર છે કે જો તે નમતું નહીં જોખે તો ભારત સંપૂર્ણપણે પશ્ચિમી દેશોના પક્ષે જતું રહેશે. ગ્લોબલ સાઉથનો પ્રભાવઃ બદલાતા વૈશ્વિક સમીકરણોમાં ભારત ‘ગ્લોબલ સાઉથ’નું નેતા બનીને ઉભર્યું છે. ચીન જાણે છે કે એશિયામાં પ્રભુત્વ જાળવવા માટે ભારતીય સહયોગ અનિવાર્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.