મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશેઃ PM મોદી
પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન મોદીની વિદ્યાર્થીઓને સલાહ
(એજન્સી)નવી દિલ્હી, બોર્ડ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે “પરીક્ષા પે ચર્ચા ૨૦૨૬” નો બીજો એપિસોડ રિલીઝ કરવામાં આવ્યો છે. આજના એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈમ્બતુર, તમિલનાડુ, રાયપુર, ગુજરાત અને ગુવાહાટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
વર્તમાન સમયમાં બાળકોને મોબાઈલ અને ટીવી વગર બિલકુલ ચાલતું નથી. ઘણા બાળકો આખા દિવસ દરમિયાન અનેક કલાકો સુધી મોબાઈલ પર રહેતા હોય છે. ઘણા એવા પણ હોય છે, જેમને મોબાઈલ વગર જમવાનું ગળે ઉતરતું નથી. એકતરફ ટેકનોલોજી અને ગેજેટનો દુરુપયોગ અને સદઉપયોગ વધી ગયો છો, તો બીજીતરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ બોલબાલા વધી ગઈ છે, ત્યારે આધુનિક યુગમાં સૌથી મોટો પડકાર એટલે કે ‘ટેકનોલોજી અને એઆઈ’ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૬’ બીજા સંસ્કરણમાં વિદ્યાર્થીઓને મોબાઈલ-ટીવીના ગુલામ ન બનવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો યોગ્ય ઉપોગ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, આજના સમયમાં મોબાઈલ અને ગેઝેટ્સ ધીમે ધીમે બાળકોના માલિક બની રહ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે, ઘણા વિદ્યાર્થીઓ હવે મોબાઈલ વગર જમવાનું જમતા નથી અને ટીવી વિના જીવી શકતા નથી, જે સ્પષ્ટ ટેકનોલોજીના ગુલામ બની ગયા હોવાના સંકેત છે.
તેમણે ચેતવણી આપી છે કે, ‘ટેકનોલોજીનો ઉપયોગ આપણી સુવિધા માટે થવો જોઈએ, નહીં કે વ્યક્તિના માનસિક અને વ્યક્તિગત વિકાસને રોકવા માટે. એઆઈના કારણે ઉભા થયેલા ડર અને તેનાથી ભવિષ્યના કેરિયર પર થતી અસર મામલે વિદ્યાર્થીઓને નિર્ણાયક બનવાની જરૂર છે. નવી ટેકનોલોજી દરેક યુગમાં ચર્ચા જગાવતી હોય છે અને ડર પણ ઉભો કરતી હોય છે, જોકે તેની સામે માનવીનું મગજ સૌથી ટોચ પર રહેશે.’
કોઈમ્બતુરના વિદ્યાર્થી આદિ વિક્રમના સવાલનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું કે, ‘એઆઈના વધતા પ્રભાવથી ગભરાવાની જરૂર નથી. જો તમે સારી પુસ્કરો શોધવા માટે અથવા કોઈ વિષય પર માર્ગદર્શન મેળવવા માટે છૈંનો ઉપયોગ કરશો તો, તે તમારી પ્રગતિમાં મદદ કરશે. પરંતુ જો તમે છૈંને ‘હું નહીં વાંચુ, મને એઆઈ જ કહે કે, પુસ્કરની અંદર શું છે’ જેવા પ્રશ્નો કરશો તો તમારી બૌદ્ધિક ક્ષમતાઓને નુકસાન થશે. ટેકનોલોજીને આપણી બુદ્ધિનો વિકલ્પ ન બનવા દેવો જોઈએ.’
વડાપ્રધાન મોદીએ ગુજરાતના દેવ મોગરા ખાતે આદિવાસી બાળકો સાથે મુલાકાત કરી હતી. એક વિદ્યાર્થીએ કહ્યું કે તેમના માતાપિતાએ તેમને કહ્યું કે તેમણે રાજ્યના આદિવાસી વિસ્તારોના વિકાસ માટે ઘણું કર્યું છે. જેની પ્રેરણા ક્્યાંથી મળી.
જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમણે પીએમ જનમન યોજના શરૂ કરી છે. આદિવાસી સમુદાયમાં ઘણા એવા લોકો છે જે ખૂબ જ પાછળ છે. તેમના માટે એક અલગ યોજના બનાવવામાં આવી છે. તેઓ હંમેશા માનતા હતા કે શિક્ષણ પર વધુ ભાર આપવાની જરૂર છે.
