ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવ બાદ હવે સંબંધોમાં સુધારો
અજિત ડોભાલે કેનેડાના NSA નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન
(એજન્સી)કેનેડા, ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ બાદ હવે સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (સાતમી ફેબ્રુઆરી) ઓટાવામાં એક હાઇ-પ્રોફાઇલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે. NSA Ajit Doval’s Canada visit signals a reset in ties
ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે બંને દેશોની એજન્સીઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. સાયબર સુરક્ષાના પડકારો અને ઇમિગ્રેશન ફ્રોડ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા ચાલુ રાખવા માટે સહમતિ બની છે.
૨૦૨૩માં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી હતી. આ વિવાદ બાદ આ પ્રથમ પ્રસંગ છે જ્યારે બંને દેશો આટલા ઉચ્ચ સ્તરે સુરક્ષા અને સહયોગ માટે સંમત થયા હોય.
