Western Times News

Gujarati News

મંજૂરી સિવાયની જગ્યાએ હોર્ડિગ લગાવવાનું એસ્ટેટ ખાતાના અધિકારીઓનું કૌભાંડ

પ્રતિકાત્મક

એસ્ટેટ ખાતાના અધિકારીઓએ આવી ર૮ જગ્યાઓએ હોર્ડિગની જગ્યા બદલવામાં આવી હોવાનું સ્વીકાર્યું હતું.

(એજન્સી)અમદાવાદ, મ્યુનિ.નું એસ્ટેટ-ટીડીઓ ખાતુ ગેરકાયદે બાંધકામો, રોડ ઉપરના દબાણો ઉપરાંત રોડ-ફૂટપાથ ઉપર લગાવાતા હોર્ડિગના મામલે પણ બદનામ થયેલું છે. હોર્ડિગની લાઈસન્સ ફી અને વ્યાજ વસૂલાતમાં ઉણા ઉતરેલા એસ્ટેટ ખાતાને મંજૂરી આપી હોય તે જગ્યાને બદલે અન્ય જગ્યાએ હોર્ડિગ લગાવી દેવાનું કૌભાંડ આચરી બતાવ્યું હોવાનો પર્દાફાશ ટાઉન પ્લાનિંગ કમિટીમાં થયો છે.

મ્યુનિ. ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન પ્રિતેશ મહેતાએ જણાવ્યું હતું કે, શહેરના જાહેર માર્ગો-ફૂટપાથ ઉપર જાહેરાતના હોર્ડિગ લગાવી તગડી કમાણી કરતી એજન્સીઓ પૈકી અમુકે હજુ સુધી લાઈસન્સ ફી અને વ્યાજ ચૂકવ્યા નથી.

ત્યારે તેમને એવી માહિતી મળી હતી કે હોર્ડિગ માટે મંજૂરી આપવામાં આવે તે જગ્યાને બદલે અન્ય જગ્યાએ હોર્ડિગ લગાવી દેવાય છે અને તે પણ એસ્ટેટ ખાતાને જાણમાં હોય છે.

ટીપી કમિટી ચેરમેન કમિટી બેઠકમાં જ કેટલી જગ્યાએ હોર્ડિગ લગાવવાની મંજૂરી અપાઈ અને કેટલી જગ્યાએ હોર્ડિગની જગ્યા બદલી નખાઈ તેની વિગતો પૂછવામાં આવી હતી. સળગતા સવાલના જવાબમાં એસ્ટેટ ખાતાના અધિકારીઓએ આવી ર૮ જગ્યાઓએ હોર્ડિગની જગ્યા બદલવામાં આવી હોવાનું સ્વીકાર્યું હતું.

આ વિગતની જાણકારી આપતાં ટીપી કમિટી ચેરમેને કહ્યું કે જે જગ્યાએ હોર્ડિગ લગાવવાની મંજૂરી અપાઈ હોય તે જગ્યાએ હોર્ડિગ લાગવું જોઈએ. આ પ્રકારે જગ્યા બદલવામાં આવે તો મ્યુનિ.ને નાણાંકીય નુકસાન થાય છે તે ચલાવી લેવાય નહીં.

તેમણે આંતરિક રોડ વગેરે જગ્યાએ ઓછા ટેન્ડરથી હોર્ડિગ લગાવવાની મંજૂરી આપ્યા બાદ મુખ્ય રસ્તા ઉપર કે પ્રિમિયમ ગણાત જગ્યાએ હો‹ડગ ખસેડવાની મંજૂરી આપવા સામે મનાઈ હુકમ ફરમાવી હતી.

જો કે, એસ્ટેટ ખાતાના અધિકારીઓએ જે તે વિસ્તારમાં ખસેડાયેલા હોર્ડિગ માટે જે તે વિસ્તારમાં ખસેડાયેલા હોર્ડિગ માટે જે તે વિસ્તારના હયાત ટેન્ડર જેટલી રકમ વસૂલીને મંજૂરી આપી હોવાનો બચાવ કર્યો હતો.

ટીપી કમિટી ચેરમેને એવી જાણકારી આપી હતી કે ૬૧ જેટલી એવી જગ્યા પણ છે જ્યાં હોર્ડિગના કોન્ટ્રાક્ટ પૂરા થયા હોવા છતાં તંત્ર દ્વારા નવું ટેન્ડર બહાર પાડવાને બદલે જૂના ટેન્ડરને જ હોર્ડિગ લગાવવા દેવા માટે મુદ્દત વધારી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.