શ્રી સાડી સત્તાવીસ આંજણા પાટીદાર યુવક સંઘ દ્વારા ખેડબ્રહ્મામાં દ્વિતીય સમૂહ લગ્નોત્સવ ઉજવાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા), શ્રી સાડી સત્તાવીસ આંજણા પાટીદાર યુવક સંઘ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ તારીખ ૮-૨- ૨૬ ને રવિવારના રોજ ખેડબ્રહ્મા પાસે નવી મેત્રાલ મુકામે આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ ના પટાંગણમાં સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની ઉપસ્થિતિમાં ઉજવાયો. આ સમૂહ લગ્નોત્સવમાં ૨૦ નવ દંપતિઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવ માટે છેલ્લા એકાદ માસથી અલગ અલગ ગામોની રસોડા વિભાગ સમિતિ ભોજન વિભાગ, સ્વાગત સમિતિ, પત્રિકા, લેખન કાર્યાલય સમિતિ, ચોરી પૂજા સમિતિ મહેમાન ઉતારા સમિતિ, પાણી વ્યવસ્થા સમિતિ, ચા વ્યવસ્થા સમિતિ, ર્પાકિંગ વ્યવસ્થા સમિતિ જેવી સમિતિઓ બનાવી જવાબદારીઓ આપી તૈયારીઓ કરી લેવાઈ હતી.
આ સમૂહ લગ્ન ઉત્સવમાં શ્રી રામભાઈ જીવાભાઈ પટેલ વાસણા વાળા દ્વારા રુ. ૧૧,૧૧૦૦૦, રમેશભાઈ નારજીભાઈ પટેલ મટોડા વાળા તરફથી ?૧,૧૧,૦૦૦, તરળસીભાઇ દેવાભાઈ પટેલ રુદ્રમાળા તરફથી ?૧,૧૧,૦૦૦, શ્રી શામળભાઈ સવજીભાઈ પટેલ ખેડબ્રહ્મા દ્વારા ૧,૧૧,૦૦૦, ગં.સ્વ. તારાબેન રાજુભાઈ પટેલ નીચી ધનાલ દ્વારા ૧૧૧૦૦૦, સ્વ. રેવાભાઇ સવજીભાઈ પટેલ દ્વારા ૧,૦૧૦૦૦, તથા શ્રી ફલજીભાઈ ગેમરભાઈ પટેલ ગોધમજી વાળા તરફથી ૭૧,૦૦૦. ૫૧,૦૦૦ પટેલ નવલબેન રામાભાઇ હસ્તે શૈલેષ પટેલ જે.બી.ગુજરાત ન્યુઝ.ચીફ બ્યુરો દ્વારા દાન પેટે અપાયા હતા.
આ સમૂહ લગ્નોત્સવ સવારે ૮ઃ૦૦ કલાકે શરૂ થઈ ગયો હતો. સાથે સાથે સમૂહમાં જીયારાનું પણ આયોજન કરાયું હતું. અને સાંજે ૪ઃ૪૫ કલાકે કન્યાઓને વિદાય અપાઇ હતી. નવ પરણીત યુગલોને સમિતિ દ્વારા તિજોરી, ટીવી, ચાદીના સિક્કા વિગેરે વસ્તુઓ આપવામાં આવી હતી.
આ લગ્નોત્સવના સમારંભના અધ્યક્ષ મા.શ્રી રામભાઈ જીવાભાઈ પટેલ- ડિરેક્ટરશ્રી સાબર ડેરી હિંમતનગર હિંમતનગર, સમારંભના ઉદ્ઘાટક મા. શ્રી રમેશભાઈ ડાયાભાઈ પટેલ- મેનેજિંગ ડિરેક્ટર શ્રી આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ નવી મેત્રાલ, તથા સમારંભના મુખ્ય મહેમાન શ્રી જશુભાઈ જગુભાઈ પટેલ- પ્રમુખશ્રી સાબરકાંઠા અરવલ્લી આંજણા પટેલ સમાજ તથા શ્રી ડાહ્યાભાઈ પુજાભાઈ પટેલ-
સંરક્ષક સાબરકાંઠા અરવલ્લી આંજણા પટેલ સમાજ તથા અતિથિ વિશેષ તરીકે શ્રી ફલજીભાઈ ગેમરભાઈ પટેલ, શ્રી શામળભાઈ સવજીભાઈ પટેલ, શ્રી તળશીભાઈ દેવાભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ રમેશભાઈ પટેલ, શ્રી રામાભાઇ રાઘુભાઈ પટેલ તથા શ્રી નલિનભાઈ રેવાભાઇ પટેલ, શ્રી સાડી સત્તાવીસ આંજણા પાટીદાર યુવક સંઘના પ્રમુખ શ્રી શૈલેશભાઈ બી પટેલ, મનુભાઈ જે પટેલ, પ્રભુભાઈ એન પટેલ, પ્રકાશભાઈ કે પટેલ,
અરવિંદભાઈ એન પટેલ કનુભાઈ એમ પટેલ, જીતુભાઈ એચ પટેલ, સુરેશભાઈ વી પટેલ, જીતુભાઈ એલ પટેલ સુરેશભાઈ વી પટેલ, રમેશભાઈ ડી પટેલ, નરેશભાઈ એસ પટેલ તથા શ્રી રાકેશભાઈ બી પટેલ ની ઉપસ્થિતિમાં અને પ.પૂ. ગાદીપતિ શ્રી મહંત શાંતિગીરીજી મહારાજ વડીયાવીર ના આશીર્વાદ સાથે યોજાયો હતો. આ સમૂહ લગ્ન મુખ્ય આચાર્ય વડાલીના શાસ્ત્રી શ્રી ગીરીશકુમાર દેવ શંકર પંડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમા પધારેલ તમામ લોકોને સુંદર વ્યવસ્થા દ્વારા ભોજન પીરસાયુ હતું.
