વલસાડના પાથરીમાં શ્રી દત્તાત્રેય મંદિરના ૨૮માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) વલસાડ, પરમ પૂજ્ય અનસૂયા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દત્તપીઠ – સંસ્થાન પાથરી, વલસાડ દ્વારા અખિલ બ્રહ્માંડના નાયક, કલિતારક શ્રી ભગવાન દત્તાત્રેયના મંદિરના ૨૮ મા પાટોત્સવની ઉજવણી તારીખ ૦૮-૦૨- ૨૦૨૬ ના મહા સુદ સાતમને રવિવારના દિવસે શ્રી દત્તપીઠ સંસ્થાન, વલસાડ-ધરમપુર રોડ, જુજવા ચણવઈ રોડ, વાંકી નદીના પુલ પાસે, મુ. પાથરી, વલસાડ ખાતે ૨૮ મા પાર્ટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.
જેમાં પાદુકા પૂજન- ભજન-ધૂન સત્સંગ સવારે, ૮ઃ૦૦ કલાકે થી ૧૨ઃ૦૦ કલાકે આરતી સવારે ૧૨ઃ૦૦ કલાકે થી ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદ માં હજારો લોકોએ લાભ લીધો હતો. ભાવિક ભક્તજનો શ્રી દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા વહેલી સવારે ૫ઃ૦૦ વાગ્યા આવા લાગ્યા હતા. જે રાત્રે ૯ ઃ ૦૦ વાગ્યા સુધી દર્શન ચાલુ રહ્યા હતા. ૧૨ઃ૩૦ કલાકે શ્રી દત્ત આરતી અને બપોરે ૧૨૩૦ પછી મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્રને શુભ પ્રસંગે મહાપ્રસાદમાં ઘણી જ મોટી સંખ્યામાં ૩૦૦૦ થી વધુ ભક્તોએ પત્રકાર મિત્રો તથા ચેનલના મિત્રોએ ભાગ લીધો હતો. અને મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ શુભ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી દેવાંગ દેસાઈ, શ્રી પ્રકાશ ગજરે અને શ્રી હરીશ યાગ્નિક એ સર્વો ભક્તોનો પત્રકાર મિત્રોનો તથા ચેનલ મિત્રોનો હાર્દિક આભાર પ્રગટ કર્યો હતો .
શ્રી દત્ત મંદિર પાથરી ખાતે ૨૮ મો પાટોત્સવ યોજાયો સવારે પાદુકા પૂજન આરતી નડિયાદના શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટી શ્રી સી. વી. યાજ્ઞિક અને નયના બહેન યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી દત્ત મંદિર પાથરી સંસ્થા દ્વારા નડિયાદના શ્રીનાથજી મંદિર ટ્રસ્ટી શ્રી સી. વી .યાજ્ઞિક કિરીટભાઈ પટેલ નું સન્માન પાથરી દત્ત મંદિરના ટ્રસ્ટી શ્રી દેવાંગભાઈ દેસાઈ તથા પ્રકાશભાઈ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું.
