Western Times News

Gujarati News

ડિજિટલ ફ્રોડથી થયેલી રૂ.૫૪ હજાર કરોડની છેતરપિંડી રીતસરની ‘લૂંટ છે’: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે ડિજિટલ ફ્રોડ દ્વારા ૫૪,૦૦૦ કરોડથી વધુ રકમની છેતરપિંડીને “ખુલ્લી લૂંટ અથવા ડાકૂગીરી” ગણાવી અને આવા કેસો સામે લડવા રિઝર્વ બેંક, તમામ બેંકો અને ટેલિકોમ વિભાગ સહિતના હિત ધરાવતા તમામ પક્ષકારોની સાથે પરામર્શ કરીને એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત તેમજ ન્યાયમૂર્તિ સર્વશ્રી જોયમલ્યા બાગચી અને એન.વી. અંજારિયાની બેન્ચે નોંધ કરી હતી કે લોકોની સાથે ડિજિટલ ફ્રોડ કરીને લૂંટાયેલી રકમ અનેક નાના રાજ્યોના બજેટથી પણ વધારે છે. બેન્ચે કહ્યું હતું કે આ પ્રકારના ગુનાઓમાં બેંક અધિકારીઓની સાંઠગાંઠ, મિલીભગત અથવા બેદરકારી જવાબદાર હોઈ શકે છે અને તેથી રિઝર્વ બેંક તથા બેંકો તરફથી સમયસર અને અસરકારક પગલાં લેવાની અત્યંત જરૂર છે.

કોર્ટએ નવા નિર્દેશો જારી કરતાં ગૃહ મંત્રાલયને રિઝર્વ બેંકની એસઓપીતેમજ ડીઓટીની સમાન એસઓપી અથવા નિર્ણયોને ધ્યાનમાં રાખીને ચાર અઠવાડિયામાં એક ડ્રાફ્ટ એમઓયુ તૈયાર કરવા કહ્યું છે, જેથી આવા ગુનાઓનો અસરકારક રીતે સામનો કરી શકાય. બેન્ચે વિશેષ નોંધ કરી હતી કે રિઝર્વ બેંકે સાયબર ગઠીયો દોવ્રા થતી ઠગાઈ રોકવા માટે બેંકો દ્વારા તાત્કાલિક રીતે ડેબિટ કાર્ડ રોકવાની કાર્યવાહી માટે ર્જીઁ તૈયાર કરી છે.

કોર્ટે સીબીઆઇને “ડિજિટલ અરેસ્ટ”ના કેસો શોધી કાઢવાનો આદેશ આપ્યો છે અને ગુજરાત તથા દિલ્હી સરકારોને શોધી કઢાયેલાં ડિજિટલ અરેસ્ટ કેસોમાં તપાસ આગળ વધારવા માટે કેન્દ્રિય તપાસ એજન્સીને મંજૂરી આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક, ટેલિકોમ વિભાગ અને અન્ય સંસ્થાઓને સાથે મળીને બેઠક યોજી ડિજિટલ અરેસ્ટ કેસોમાં વળતર આપવાની વ્યવસ્થા માટે એક માળખું તૈયાર કરવા કહ્યું છે.

કોર્ટે કહ્યું કે ડિજિટલ અરેસ્ટના પીડિતોને વળતર આપવાના મામલે વ્યવહારુ અને ઉદાર અભિગમ અપનાવવો જરૂરી છે. આ અરજીની આગામી સુનાવણી ચાર અઠવાડિયા બાદ રાખવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.