ગિરનારના ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા બદલ બે સામે ગુનો નોંધાયો
જૂનાગઢ, જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ધ્વજ ફરકાવવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ભવનાથ પોલીસ મથકે બે અજાણ્યા શખસો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા ગણાતી ઓઘડનાથ ટૂંક પર બનેલી આ ઘટનાને પગલે સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શ્રીનાથજીના દલિચાના મહંત પીર યોગી સોમનાથજી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ અંદાજે ચાર દિવસ પહેલાં સફેદ કપડાં પહેરેલા બે શખસોએ અહીં જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યાે હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને ફોટાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ વિવાદને પગલે જૂનાગઢના અગ્રણી સંત શેરનાથજી બાપુએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પોતાના ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરવા બીજાના ધાર્મિક સ્થાનો પર જઈને ઉગ્રતા બતાવવી એ ગંભીર દોષ છે.
આગામી મહાશિવરાત્રિના મેળા પૂર્વે બનેલી આ ઘટનાથી શાંતિ જોખમાય તેવી ભીતિ સંતોએ વ્યક્ત કરી છે.ઉલ્લેખનીય છે કે, ઓઘડનાથજીની આ પ્રાચીન ચરણ પાદુકા પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર થયેલી છે.
સંતોએ અગાઉ આ મામલે પોલીસને આવેદનપત્ર પાઠવીને દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય સામે પણ ઉશ્કેરણીના આક્ષેપો કર્યા હતા. હાલ પોલીસ ટેન્કિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને પકડવા તજવીજ કરી રહી છે. બે શખસોએ અહીં જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યાે જેની સંતોએ નિંદા કરીને આક્રોષ વ્યક્ત કર્યાે હતો.SS1MS
