ગુજરાત બાર કાઉન્સિલમાં સૌથી વધુ મતે જે. જે. પટેલ કે પરેશભાઈ વાઘેલા જીતશે ?!
ગુજરાત બાર કાઉન્સિલમાં અભૂતપૂર્વ કશ્મકશભર્યા ચૂંટણી જંગમાં વકીલ મતદારોની જાગૃત, સમજદારી અને કોઠાસૂઝ ગુજરાત બાર કાઉન્સિલની દિશા અને દશા નકકી કરશે ?!
તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી જીતવા અનેક ઉમેદવારો મેદાનમાં છે ! દરેક વકીલ ઉમેદવાર ચૂંટણી જીતવા કમર કસી રહ્યો છે ! પોતે શું કરવા માંગે છે ! તેનો વાયુવેગે પ્રચાર કરી રહ્યા છે ! આ વખતે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ ચૂંટણીમાં પ્રથમ વાર ઉભા છે ! પ્રથમ વાર મત માંગે છે !
તેમણે કરેલા કાર્યાેથી વકીલ મતદારો પ્રભાવિત થયેલા છે ! કામ કર્યુ છે ! માટે જ શ્રી જે. જે. પટેલ વકીલ મતદારોના ભરોસે ઉભા છે ! અને હવે નવી ચર્ચા ચાલે છે કે, ગુજરાત બાર કાઉન્સિલમાં સૌથી વધુ મતે કોણ ચૂંટાશે ?! શ્રી જે. જે. પટેલના કામો બોલે છે ! અને તેમના ટેકેદારો સૌથી વધુ મતે શ્રી જે. જે. પટેલને જીતાડવા મેદાનમાં ઉતર્યા છે ! ફોજદારી બારમાંથી વધુ એકડાની અપેક્ષા શ્રી જે. જે. પટેલને હોય એ સ્વાભાવિક છે !
કારણ કે ભા.જ.પ. લીગલ સેલના હોદ્દેદારો અમદાવાદ શહેરમાં વધુ છે ! અનેક નોટરીઓ તેમની મત બેંક છે ! જુનીયર્સ વકીલો શ્રી જે. જે. પટેલને એકડો આપવાનું મન બનાવી ચૂકયા છે ! બીજી તરફ ગઈ બાર કાઉન્સિલની ચૂંટણીમાં સૌથી વધુ મતે એડવોકેટ શ્રી પરેશભાઈ વાઘેલા જીતેલા છે ! તેમણે પણ ચૂંટાયા પછી કોમ, જ્ઞાતિ, જાતિ જોઈ કામો કર્યા નથી જુનીયર્સ વકીલોના સૌથી વધુ કામો કર્યા છે,
માર્ગદર્શન આપ્યું છે, સત્તા માટે ભા.જ.પ. રચીત સમરસ પેનલમાં જોડાયા નથી ! ભાડા ભથ્થા લીધા નથી ત્યારે તે સૌથી વધુ મત મેળવવાનો રેશિયો જાળવી રાખે છે કે પછી બીજા ક્રમે ચૂંટાય છે ! કે પછી ક્રમ બદલાય છે ?! એ જોવાનું રહે છે! શ્રી જે. જે. પટેલ સૌથી વધુ મતે જીતે છે કે શ્રી પરેશભાઈ વાઘેલા સૌથી વધુ મતે જીતે છે એની ચર્ચાએ જોર પકડતા બીજા સંભવિત ઉમેદવારોમાં ચિંતા પેઠી છે ?! જોઈએ કોણ સૌથી વધુ મતે જીતે છે ??!!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
ગુજરાત બાર કાઉન્સિલનો એ ગૌરવવંતો ઈતિહાસ હતો જેમાં સુવિખ્યાત ધારાશાસ્ત્રીઓ ચૂંટાતા હતાં અને ન્યાયાધીશ પદ ઉપર પહોંચતા હતાં ?!
ન્યાયતંત્રની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને સક્ષમતા પર વકીલાતનો વ્યવસાય નિર્ભર છે, એ વકીલ મતદારો વિચારશે ?!
ગુજરાત બાર કાઉન્સિલમાં ઉમેદવારોનો અભૂતપૂર્વ ઘસારો ?! ગુજરાત બાર કાઉન્સિલમાં મહિલા ઉમેદવારોને લઈને ફરનારાઓ જોઈને નહીં તેમની કાબેલિયત જોઈને મત આપોની ચર્ચાએ પણ જોર પકડયું છે ?!
મહાન વિચારક અને તત્વચિંતન આટોવાન બિસ્માર્ક કહે છે કે, “માનવી ઘટનાઓના પ્રવાહને રોકી ન શકે, એ માત્ર તેમની સાથે તરતો રહી શકે”!! મહાન રાજનિતિજ્ઞ નેલ્સન મંડેલાએ સરસ કહ્યું છે કે, “જેના ઉપયોગથી વિશ્વને બદલી શકાય તેવું ધારદાર શસ્ત્ર જો કોઈ હોય તો તે “શિક્ષણ” છે”!! સમગ્ર વકીલ આલમે એ વિચારવું જોઈએ કે, ભારતની આઝાદીના અને વિકાસના સાચા નકશીગાર એ વકીલો હતાં, બંધારણોના અભ્યાસું હતાં, દુરંદેશી વિચારકો હતાં !
મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, ર્ડા. રાજેન્દ્રપ્રસાદ, ર્ડા. ભીમરાવ આંબેડકર આ મહાન વિભૂતિઓ હતી ! આ લોકો વકીલો હતાં ! જેમણે નિડરતાથી, એકતાથી, અને બંધારણીય મૂલ્યોની અને નૈતિકતાથી વકીલાત કરીને ભારતને આઝાદી અપાવી ! શૂન્યમાંથી દેશનું સર્જન કર્યુ ! અને વિકાસ કર્યાે ! માટે દેશનું સંચાલન વકીલોએ કર્યુ છે ! બંધારણના અભ્યાસીઓએ કર્યુ છે !
આ જ રીતે દેશના મહાન વિદ્વાન વકીલોએ દેશના ન્યાય મંદિરમાં ન્યાયમૂર્તિશ્રીઓ બનીને ન્યાય તોળ્યો છે ! અને અનેક ઐતિહાસિક અને યાદગાર ચૂકાદાઓ આપ્યા છે ! જેમાં ન્યાયમૂર્તિ શ્રી પતંજલી શાસ્ત્રી, ન્યાયમૂર્તિ શ્રી એ. કે. સિક્રી, શ્રી ગજેન્દ્ર ગડકર અને ન્યાયમૂર્તિ શ્રી પી. એન. ભગવતી, ન્યાયમૂર્તિ શ્રી ક્રિશ્ના ઐયર જેવા અનેક ન્યાયાધીશો દેશને મળ્યા છે ! માટે દેશના વકીલો મજબુત હશે, નિષ્પક્ષ હશે, નિડર હશે, નૈતિકતામાં અને બંધારણના આદર્શાેમાં માનનારા કર્મશીલો હશે તો દેશ ટકી શકશે ?! માટે વકીલ મતદારો એવા ઉમેદવારને ગુજરાત બાર કાઉન્સિલમાં જીતાડે જે દેશનું ન્યાયતંત્રનું અને ફકત વકીલ આલમનું વિચારે ! વકીલ મતદારો વિચારશે ને ?!
ભારતની આઝાદી, સ્વાતંત્ર્ય, માનવતા, એકતા અને બંધારણીય મૂલ્યોની રખેવાળી કરી શકે અને ત્રિરંગાની શાન વધારે એવા ઉમેદવારોને ગુજરાત બાર કાઉન્સિલમાં મત આપો !!
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા કહે છે કે, “જો તમે સાચા માર્ગે ચાલી રહ્યા હોવ અને એ જ માર્ગે ચાલવા માગતા હોવ તો તમે નિશ્ચિતપણે પ્રગતિ કરવાના”! વકીલો એ દેશના બુÂધ્ધજીવી, પ્રતિભાશાળી, વિદ્વાનો છે ! તેઓએ ત્રિરંગાની શાન જાળવી શકે ! વકીલાતના વ્યવસાયિક મૂલ્યો જાળવી શકે ! લોકશાહી, માનવ અધિકારોની રખેવાળી કરી શકે ! જુનીયર્સ વકીલો માટે કોઈ નકકર આયોજન કરી શકે !
વકીલો સામેના પડકારોમાં તેમની પાસે નકકર આયોજન હોય ! ખાલી ભ્રામક શબ્દોનો પ્રચાર કરનારાઓને મત આપવાની શરતચૂકથી પણ ભુલ થઈ તો સમગ્ર દેશ અને સમગ્ર વકીલ આલમે સહન કરતા રહેવું પડશે ?! એક વાર તમારા અંતરઆત્માના અવાજ પ્રમાણે મતદાન કરી જૂઓ ગુજરાત માટે, વકીલો માટે, દેશ માટે ! કારણ કે શબ્દોરૂપી મેક-અપ કરીને કોઈપણ બહારથી સુંદર દેખાઈ શકે છે ! દેશને સુંદર બનાવવા, ન્યાયતંત્રને મજબુત બનાવવા, વકીલોને મજબુત બનાવવા મજબુત વ્યક્તિત્વને ચૂંટો આ વાત યોગ્ય લાગે છે ને ?!
ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા અનેક વકીલો ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાઈને ન્યાયતંત્રને પણ નેતૃત્વ પુરૂં પાડનારા ન્યાયમૂર્તિશ્રીઓના પદ સુધી પહોંચ્યા છે ! શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા વકીલ મતદારો માટે ગુજરાત બાર કાઉન્સિલમાં મતદાન કરો !!
ડેનીશ વૈજ્ઞાનિક નીલ્સ બોહર કહે છે કે, “જીવનનો મર્મ એ સત્યમાં છુપાયેલો છે જે એમ કહેતા રોકે છે કે, જીવનનો કશો જ અર્થ નથી”!! એક સમય એવો હતો કે, ગુજરાતમાં હાઈકોર્ટ બારમાંથી તથા સમગ્ર ગુજરાતની જુદી જુદી અદાલતોમાં વકીલાત કરતા અનેક વિખ્યાત ધારાશાસ્ત્રીઓ ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાતા હતાં ! ગુજરાત હાઈકોર્ટ બારમાંથી નેતૃત્વ કરતાં શ્રી કે. જે. શેઠના,
શ્રી યોગેશભાઈ લાખાણી, શ્રી જે. બી. પારડીવાલા જેવા ઉમદા વકીલો જ નહીં ઉમદા માનવીઓ ચૂંટાતા હતાં ! સીટી સીવીલ એન્ડ સેસન્સ કોર્ટમાંથી શ્રી વિનોદચંદ્ર દિક્ષીત, શ્રી આર. આર. શુકલા ચૂંટાતા હતાં ! શ્રી આર. આર. શુકલા તો ફોજદારી બારમાં પ્રમુખ તરીકે પણ ચૂંટાતા હતાં ! ફોજદારી બારમાંથી જુનીયર્સ વકીલોના મસીહા તરીકે ઓળખાતા શ્રી અફઝલખાન પઠાણ ચૂંટાતા હતાં ! તેમણે હિન્દુ જુનીયર્સ વકીલો સારા મતો આપતા હતાં !
ફોજદારી બારમાંથી શ્રી એમ. બી. આહુજા ચૂંટાતા હતાં ! તેઓ સિધ્ધાંતો માટે લડતા હતાં ! હાઈકોર્ટમાં વકીલાત કરતા હતાં ! આવા અનેક હતાં ! આજે સુવિખ્યાત પ્રતિભાશાળી વકીલો ચૂંટાવાની સંખ્યા ઘટતી જાય છે ! કારણ કે વકીલો ભૂતકાળમાં બાર કાઉન્સિલમાં એવા ચૂંટાતા પાછળથી ન્યાયાધીશો બન્યા હતાં ! માટે ગુજરાત ના વકીલ મતદારો એ શોધે કે ગુજરાત બાર કાઉન્સિલમાં કેવા ઉમેદવારો ચૂંટવા ?! જે ગુજરાતના વકીલ આલમનું ગૌરવ વધારે અને વકીલોનું હિત પહેલા જૂએ !!
ભારતની સુપ્રિમ કોર્ટની ગરિમાનું રક્ષણ કરે ! ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવે ! મૂલ્યનિષ્ઠ ન્યાયાધીશોની રખેવાળી માટે અવાજ ઉઠાવે એવી ક્ષમતા વાળા ઉમેદવારોને ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટવા જોઈએ ! કારણ કે વકીલોની વકીલાત સ્વતંત્ર, નિષ્પક્ષ અને સક્ષમ ન્યાયતંત્ર પર નિર્ભર છે !
અમેરિકાના મહાન વૈજ્ઞાનિક થોમસ એડિસને કહ્યું છે કે, “હું ધર્મશાસ્ત્રીઓના ઈશ્વરને માનતો નથી ! હા. એક “સર્વાેચ્ચ સત્તા” જરૂર છે અને તેમાં કોઈ શંકા નથી”!! આ વૈજ્ઞાનિક બ્રહ્માંડની રચનાકારમાં માને છે અને તેને ભગવાન કહે છે ! લોકશાહીમાં સુપ્રિમ કોર્ટમાં બેસતા ન્યાયમૂર્તિરીઓને બીજા નંબરના ભગવાન માનનારા ઘણાં છે! કારણ કે સુપ્રિમ કોર્ટમાં દરેક કેસની ઉંડી ચર્ચા થાય છે ! દરેક દ્રષ્ટિકોણથી કેસનું અવલોકન થાય છે ! અને પછી જ ન્યાય તોળાય છે ?! લોકશાહી રાજય વ્યવસ્થામાં દેશનું ન્યાયતંત્ર સ્વતંત્રતાથી, નિષ્પક્ષતાથી, નિડરતાથી કામ કરે એ ખૂબ જ અગત્યનું છે ! અને તો જ વકીલાતનો વ્યવસાય ટકી શકે તેમ છે ?!
સરકાર ગમે તે પક્ષની હોય તેમને ન્યાયાધીશો સાથે વૈચારિક મતભેદ રહે જ છે ! ન્યાયાધીશોની આકરી ટીકા, આલોચનાથી નેતાઓ ડરી જાય છે ! છંછેડાઈ જાય છે ! અને ન્યાયતંત્રની સ્વતંત્રતા ખટકે છે ! આ સમગ્ર વકીલ આલમ જાણે છે ! ભાગ્યે જ કોઈ અજાણ હોઈ શકે ?! કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટ હસ્તક્ષેપ કરવા માટે કોલેજિયમ પ્રથામાં સરકારના પ્રતિનિધિને મુકવા માંગતી હતી ! પરંતુ સરકારો બદલાતી રહે છે, દેશનું ન્યાયતંત્ર મજબુત હોવું જોઈએ”!! આ સમયે ફકત સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશન ન્યાયતંત્રની પડખે રહ્યું હતું !
સરકાર ગમે તે પક્ષની હોય ન્યાયતંત્ર સ્વતંત્ર જ રહેવું જોઈએ ! માટે વકીલ મતદારો એવા વકીલ ઉમેદવારોને મત આપે જે ન્યાયતંત્રની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને નિડરતાના મૂલ્યને ગંભીરતાથી સમજે ! નહીં તો વકીલાતનો કોઈ અર્થ રહી શકે ખરો ?! અભિવ્યક્તિની આઝાદી વગર લોકશાહી શકય જ નથી ! એ વાત આઝાદ ભારતના પ્રથમ ચીફ જસ્ટીસ શ્રી પતંજલી શાસ્ત્રીએ. કહી હતી !
આ જ વાત તા. ૨૮-૦૩-૨૦૨૫ ના રોજ સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી અભય એસ. ઓકા તથા જસ્ટીસ શ્રી ઉજજવલ ભૂયાનીની બેન્ચે કરી હતી ! કોર્ટે એવું પણ કહ્યું હતું કે, “કલાકાર અને સાહિત્યકારના અધિકારોની તેમની અભિવ્યક્તિ કેટલી લોકપ્રિય છે ! તેના આધારે છીનવી ન શકાય”!! કોર્ટેે એવું પણ અવલોકન કરેલું કે, “લેખિત કે બોલાયેલ શબ્દોની અસર મજબુત અને હિંમતવાન વ્યક્તિના ધોરણો પણ નકકી થવી જોઈએ, નબળી માનસિકતા ધરાવતા પર નહીં”! આ છે સુપ્રિમ કોર્ટ !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
