રનવીર સિંહ પાસે ફરહાનના પ્રોડક્શન હાઉસે ૪૦ કરોડની માગણી કરી
મુંબઈ, છેલ્લા લાંબા સમયથી રનવીરે ફરાહન અખ્તરની ડોન ૩ છોડી હોવાની ચર્ચાઓ ચાલી હતી પરંતુ આ અંગે એક પણ પક્ષ તરફથી કોઈ જ સ્પષ્ટતા થઈ નહોતી. ત્યારે હવે આ વાત સપાટી પર આવી ગઈ છે.
ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઇન્મેન્ટે રનવીર સિંહ પાસેથી ૪૦ કરોડ માગ્યા હોવાના અહેવાલો બહાર આવ્યા છે. તેમનો દાવો છે કે રનવીરના કારણે કંપનીને ફિલ્મના પ્રી પ્રોડક્શનનો ખર્ચ, શિડ્યુલિંગમાં વારંવારનો વિલંભ અને તેના પ્લાનિંગ પાછળ થયેલા ખર્ચ બદલનું વળતર માગ્યું છે. એક્સેલ દ્વારા રનવીરને મોકલાયેલા લેટરમાં એવું પણ કહેવાયું છે કે રનવીરના વારંવારના વિલંબના કારણે કંપનીએ તેમના ક્‰ના ઘણા લોકોને જવા દેવા પડ્યા અને તેમણે બહાર કામ માગવું પડ્યું.આ અંગે સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “રનવીરનો દાવો છે કે તેણે ફિલ્મ છોડી કારણ કે તેને સ્ક્રિપ્ટ ગમી નહોતી.
તેણે ટીમને વંરાવાર સ્ક્રીપ્ટમાં ફેરફાર કરવા કહ્યું પરંતુ તેને ફાઇનલ ડ્રાફ્ટથી સંતોષ ન થયો. બીજી તરફ એક્સેલનો દાવો છે કે રનવીરે ફિલ્મ કરવાની હા પાડી પછી જ તેમણે પ્રી પ્રોડક્શનનું કામ શરૂ કર્યું હતું.”એવા પણ અહેવાલો છે કે રનવીર સિંહ અને એક્સેલ એન્ટરટેઇન્મેન્ટની ટીમ વચ્ચે શુક્રવારે બે કલાક લાંબી મીટિંગ યોજાઈ હતી. પરંતુ આ ચર્ચાનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું.
જવાબદેહી અને આર્થિક જવાબદારીઓ અંગે તેમના વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. હવે તેમાં કેટલાંક લોકો મધ્યસ્થી કરી રહ્યા છે અને બંને પક્ષો એક મુદ્દા પર સહમત થાય એવી કોશિશ કરી રહ્યા છે.
આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચા થઈ રહી હતી. બંનેના પક્ષે ટીકા અને ચર્ચાઓ થતા રહ્યા છે.આ ચર્ચાઓ અને વિવાદ વચ્ચે રનવીરનો એક ઇન્ટરવ્યુ પણ ચર્ચામાં છે, જેમાં દમદાર અભિનય અને અનોખા અંદાજ માટે જાણીતા એક્ટર રનવીર સિંહએ સ્વીકાર્યું છે કે કેમેરાની ચકાચૌંધથી દૂર, તે ઘણીવાર શાંતિ અને સ્થિરતાની શોધમાં રહે છે.
રનવીરનું કહેવું છે કે તેનું જીવન “ક્યારેક ખૂબ જ ક્રેઝી બની જાય છે” અને એવા સમયમાં તેને શાંતિ, નિર્ભરતા અને નિઃશબ્દ ક્ષણોની તીવ્ર જરૂરિયાત અનુભવાય છે.ધુરંધરની સફળતા પછી આપેલા એક ઇન્ટરવ્યુમાં રનવીરે જણાવ્યું કે કેટલીક વખત તેને થોડી ક્ષણો માટે અટકવાની, પોતાને ફરીથી રીસેટ કરવાની અને પોતાની લાગણીઓ તથા પોતાના શોખ સાથે ફરી જોડાવાની જરૂર પડે છે. તેના માટે પ્રવાસ અને મુસાફરી એ જરૂરી બ્રેક બની જાય છે.રનવીરે કહ્યું, “મારું જીવન ક્યારેક બહુ જ અસ્તવ્યસ્ત બની જાય છે અને ત્યારે મને શાંતિ, શાંત અને સ્થિર ક્ષણોની તરસ લાગે છે.
એવી શાંતિ, જ્યાં હું ફરીથી પોતાને સાંભળી શકું, મારા શોખ સાથે જોડાઈ શકું અને તણાવને ઓગળી જતો અનુભવી શકું.”પોતાના બોલ્ડ અને લાર્જર-ધેન-લાઇફ વ્યક્તિત્વ માટે ઓળખાતા રનવીરે જણાવ્યું કે મુસાફરી દરમિયાન તેની એક અલગ જ છબિ સામે આવે છે. તેને લોકો, પરંપરાઓ અને વિવિધ પ્રદેશોની જીવનશૈલીઓને સમજવામાં ખૂબ જ ઊંડી રુચિ છે.SS1MS
